• Gujarati News
  • દાહોદ જિલ્લામાં કમોતની બે ઘટનામાં બે મહિલાઓનાં મોત

દાહોદ જિલ્લામાં કમોતની બે ઘટનામાં બે મહિલાઓનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદતાલુકાના કાળીતળાઇ ગામે પાણી ખેંચતી વેળાં અકસ્માતે કૂવામાં પડી ગયેલી મહિલાનું ડૂબી જવાને કારણે મોત થયું હતું. સાથે દેવગઢ બારિયા તાલુકાના આમલીપાણીછોત્રા ગામમાં ચુલાની ઝાળથી દાઝેલી મહિલાની પખવાડિયા બાદ વડોદરા ખાતે મોત થયું હતું.

દાહોદ તાલુકાના છાપરી ગામની રહેવાસી મણીબહેન અરવીંદભાઇ રાઠોડ સવારના 11.30 વાગ્યાના અરસામાં કપડાં ધોવા માટે કાળીતળાઇ ગામના કૂવા ઉપર ગઇ હતી. ત્યારે પાણી ખેંચતી વખતે પગ લપસી જતાં મણીબહેન કૂવામાં પડી ગઇ હતી. સ્વબચાવમાં નિષ્ફળ મણીબહેનનું ડૂબી જવાને કારણે મોત થયું હતું. ઘટના પગલે ગામના લોકો કૂવે ભેગા થઇ ગયા હતાં. મણીબહેનનો મૃતદેહ બહાર કઢાવીને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો હતો. દાહોદ તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને કાયદેસરના કાગળો કર્યા છે.

દેવગઢ બારિયા તાલુકાના આમલીપાણીછોત્રા ગામની રહેવાસી 40 વર્ષિય કજીબહેન છગનભાઇ બારિયા 27 માર્ચની સવારે પોતાના ઘરમાં ચૂલા ઉપર જમવાનું બનાવી રહી હતી. ત્યારે ચૂલામાં થયેલા ભડકાને કારણે કજીબહેન શરીરે ગંભીર રૂપે દાઝી ગઇ હતી. જેથી તેને સારવાર માટે ગોધરા સિવિલમાંથી વધુ સારવાર માટે વડોદરાના સયાજી દવાખાને ખસેડવામાં આવી હતી. ત્યાં સારવાર બાદ કજીબહેનનું આઠમી તારીખની રાત્રે મોત થઇ ગયું હતું.