• Gujarati News
  • વહેલી સવારે ચીલઝડપની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ

વહેલી સવારે ચીલઝડપની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલી સવારે ચીલઝડપની ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ

ગોધરામાં બાઇક ઉપરથી રૂપિયા ભરેલી બેગની ચિલઝડપ

ભરચક કલાલ દરવાજા વિસ્તારમાં બનેલી ઘટનાથી ફફડાટ



ગોધરાશહેરના ભરચક એવા કલાલ દરવાજા પાસેથી બાઇક ઉપરથી 15 હજાર રૂપિયા ભરેલી બેગની ચિલઝડપ થતા ચકચાર મચી ગઇ હતી.

ગોધરા તાલુકાના છારીયા ગામે આવેલા ટાંકી ફળીયામાં રહેતા ભુપતસિંહ નારસિંહ પાટણવાડીયા ગત તા. 27 નવેમ્બરના રોજ ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં સવારના 11:30 વાગ્યાના અરસમાં આવ્યા હતા. તેઓએ પોતાની મોટર સાઇકલ ઉપર કાપડના થેલામાં એક કાપડી થેલીમાં રૂપિયા ભરીને મુકી રાખ્યા હતા. દરમિયાન તેઓની નજર ચુકવીને કોઇ ભેજાબાજ દ્વારા બાઇક ઉપરથી રૂપિયા ભરેલી બેગની ચિલઝડપ કરતા ચકચાર મચી ગઇ હતી. સવારના અરસામાં બનેલા બનાવને પગલે પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. બીજી તરફ ભુપતભાઇને બાઇક ઉપર મુકેલી રૂપિયા ભરેલી બેગ નજરે નહિં પડતા તેઓ અવાક બની ગયા હતા. તેઓએ આસપાસ તપાસ કરતા કોઇ દેખાઇ હતું તેમજ રૂપિયા ભરેલી બેગ ભેજાબાજ લઇને જતા રેહતા તેઓએ ગોધરા ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. જેમાં તેઓએ 15 હજાર રૂપિયા, છારીયા દુધ ઉત્પાદક સહકારી મંડળીની પાસબુક, ચેકબુક, દેનાબેંકની પાસબુક ,ચેકબુક તથા અન્ય દસ્તાવેજો હતા. ગોધરા ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.