તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • પંચ.ના 271 વિદ્યા સહાયકોને કાયમી શિક્ષક તરીકે નિમણુંક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ.ના 271 વિદ્યા સહાયકોને કાયમી શિક્ષક તરીકે નિમણુંક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચ.જિ.માં જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના 271 વિદ્યાસહાયકોને કાયમી શિક્ષકના નિમણુંક પત્રોનું મહાનુભાવોના હસ્તે એનાયત કર્યા હતાં.

અંબાલી છાત્રાલયમાં આવેલા ગોધરાના બીઆરસી ભવનમાં જિ. પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શિબિરમાં શિક્ષકોને નિમણુંક પત્રો સાથે તેમની સર્વિસ બુકમાં નોંધ, પગાર પંચની નોંધ સાથેની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષક સમાજનો ઘડવૈયો છે.પાયાનું પ્રાથમિક શિક્ષણ આપતા શિક્ષકો બાળકોને શિક્ષણ સાથે રાષ્ટ્રના એક ઉમદા નાગરિકની ફરજ અદા કરે છે. બાળક પોતે માતા-પિતા સાથે શિક્ષકની વર્તણુંકને અનુસરે છે. તેમની પ્રેરણા મેળવે છે ત્યારે પ્રાથમિક શિક્ષક તરીકેની ખૂબ મોટી જવાબદારી હોય છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ખરાડીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગામડાના ગરીબ તબકકાના બાળકોને પુરેપુરું શિક્ષણ આપવાની આપણી પ્રાથમિક ફરજ બને છે. સરકાર દ્વારા જયારે આપણી સવલતો સમય મર્યાદામાં ઉકેલાતી હોય ત્યારે પુરા તન મન ધનથી શિક્ષણની સેવા કરી બાળકોને શિક્ષીત કરી શાળાને સારા ગ્રેડમાં લાવવાની આપણી ફરજ બને છે. રાજયપાલના હસ્તે શ્રેષ્ઠ તાલુકા કેળવણી નિરિક્ષક તરીકે સન્માનિત શહેરા તાલુકાના કેળવણી નિરિક્ષક એસ.એલ.પટેલે જણાવ્યું હતું કે ગતિશીલ રાજય સરકારે પારદર્શક વહીવટ સાથે શિક્ષણમાં સુધારા કર્યા છે તે સાથે શિક્ષકોની સમસ્યાઓ પણ સમય મર્યાદામાં ઉકેલી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બે માસ લાંબી વહીવટી પ્રક્રિયાને સરળ બનાવી માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ કર્યાની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ફિકસ પગાર મેળવતા વિદ્યા સહાયકોને કાયમી શિક્ષક તરીકે સાતમા પગાર પંચનો લાભ ઝડપથી મળે તે માટેની કાર્યવાહી કરાઇ છે.

સાતમા પગાર પંચના લાભની કાર્યવાહી પાર પડાઇ

જિ.શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાસહાયકોને નોકરીના ઓર્ડર. તસવીરહેમંત સુથાર

મહાનુભાવોના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો