તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં દૂંદાળાદેવને નિર્વિઘ્ને વિદાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુસ્લીમ અગ્રણીઓ દ્રારા શ્રીજી યાત્રાનું સ્વાગત

સાતદિવસના આતિથ્ય માણ્યા બાદ રવિવારના રોજ ગોધરમાં સ્થાપિત નાની મોટી શ્રીજીની મુર્તિઓનું આસ્થા સાથે રામસાગર તળાવમાં વિસજર્ન કરવામાં આવ્યુ હતું. શ્રીજીની યાત્રામા 88 ઉપરાંત મંડળો જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા આર.વી.અસારી સહિત પોલીસના ચાંપતો બંદોબસ્ત વચ્યે શાતિપુર્ણ વાતાવરણમાં યાત્રા સંપન્ન થઇ હતી.

ગોધરા શહેરમાં સાત દિવસ સુંધી ગજાનંદનું પર્વ અત્યંત ભક્તિભાવ સાથે મનાવાયું હતું. ગલીએ ગલીએ નાની મોટી થઇ 1500 ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓની વિસર્જન કરવામાં આવ્યુ હતું. કેટલાક સોસાયટી, પોળ તથા નાના મોટા મંડળ દ્વારા સવારથી યાત્રામા નહીં જોડાઇને સીધા રામસાગર તળાવમાં વિસર્જન કયું હતું. બપોરના સમયે અન્ય મોટા આયોજકો શહેરની શાન ગણાતી યાત્રામાં જોડાયા હતા. સાવલીવાડથી યાત્રા શરૂ થતા અલગ અલગ નાના મોટા વાહનમાં ભેગા થઇ યાત્રામાં જોડાતા અલૌકિક યાત્રા આગળ વધી હતી.

...અનુસંધાન પાના નં.2

શોભાયાત્રામાં સાસદ પ્રભાતસિહ ચૌહાણ, ઘારાસભ્ય સી.કે.રાઉલજી, ગગન હરવાણી, રાજુભાઇ દરજી, માલવદીપસિંહ રાઉલજી, જયેશ પટેલ, મેહુલ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. તેઓએ ડીએસપી આર.વી.અસારી, પોલીસ તથા વહિવટી તંત્રના આયોજનમાં પુર્ણ સહકાર આપ્યો હતો. ધારાસભ્ય દ્વારા ત્રણ સ્થળ ઉપર સરબતનું વિતરણ કરવામાં આવ્યુ હતું. 88 ઉપરાંત શ્રીજીની વૈભવી સવારી જોડાઇ હતી. મોડી સાંજના સમયે રામસાગર તળાવ ઉપર પહોંચેલી શ્રીજીની વૈભવી યાત્રાની સવારી બાદ ત્રણ ક્રેન મારફતે સ્થાનિક તરવૈયા તથા સેવાભાવી યુવાનો અને ફાયર વિભાગના સ્ટાફના માણસો દ્વારા મુર્તિને વિસર્જીત કરવાની શરૂઆત કરી હતી. જે મોડી રાત સુંધી ચાલી હતી. વિસર્જન ટાંણે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ સાથે દુદાળા દેવના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.

તંત્રએહાંશકારો અનુભવ્યો

જોકેદિનભર અસહ્ય તાપના માહોલ વચ્ચે યોજાયેલી શ્રીજીની વૈભવી શોભાયાત્રા યાત્રા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન કરાવાવ તંત્ર તથા સહિત સ્ટાફનો માણસો ખડેપગે તૈનાત રહ્યા હતા. તંત્રએ પણ સૌ નગરજનો તથા ગણેશ મંડળો સહિતનાઓનો આભાર માન્યો હતો. આમ શાંતિપુર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થતા તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો.

શ્રીજીનીયાત્રાની સાથે સાથે

}વહેલી સવારથી શહેર ગણપતિમય બની ગયુ હતું } કેટલાક મંડળોએ યાત્રામાં નહી જોડાઇ સીધા તળાવમાં વિસર્જીત કરાયા } બપોરના 12 : 39 યાત્રાની શરૂઆત થઇ } 88 મંડળો યાત્રામાં જોડાયા } પોલીસ તથા વહિવટીસ તંત્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા } ઠેર ઠેર ગણપતિબાપા મોરીયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ } રાણીમસ્જિદ પાસે મુસ્લિમ આગેવાન દ્વારા સ્વાગત } શાંતિપુર્ણ વાતાવરણમાં યાત્રા ચોકી નં- 7 પસાર કરી } કાછીયાવાડ ચોકમાં યુવાઓ મનમુકીને નાચ્યા } સાંજના સમયે યાત્રા રામસાગર તળાવ પાસે પહોંચી } મોડી રાત સુંધી વિસર્જન ચાલુ રહ્યુ

ભારે ઠાઠમાઠ સાથે નિકળેલી શોભાયાત્રા બપોરના સમયે રાણી મસ્જિદ પાસે પહોંચી હતી. ત્યાર બાદ ઘીરે ઘીરે આગળ વધતી ગઇ હતી. મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ભાવભિનું સ્વાગત કરાયુ હતું. દરમિયાન ફારૂક કેસરી, ફીરોજભાઇ સીંધી, સહિતનાઓ જોડાયા હતા.

ગોધરાના માર્ગો પર એક ગુંજ : ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી અા : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સાત દિવસના આતિથ્ય બાદ શ્રીજી ભક્તો દ્વારા રજવાડી ઠાઠ સાથે વિઘ્નહર્તાની નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી

ગોધરા નગરમાં સાત દિવસ બાદ શ્રીજીને રવિવારે ભક્તિ સભર વાતાવરણમાં ભારે હૈયે શ્રીજી ભકતોએ વિદાય આપી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો