તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા ના કૃત્રિમ તળાવમાં 200થી વધુ મુર્તિ વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા ના કૃત્રિમ તળાવમાં 200થી વધુ મુર્તિ વિસર્જન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાપાલિકા દ્વારા ગણેશ પ્રતિમા વિસર્જન માટે લાલાબાગ મેદાનમાં નર્મદેશ્વર કુંડ બનાવવામાં આવ્યુ હતું. જેમાં સવારથી ભક્તો દ્વારા સ્થાપના કારયેલી શ્રીજીની નાની મુર્તિઓનું કુત્રીમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું. અંદાજે 200થી વધુ ભક્તો દ્વારા કુત્રીમ તળાવમાં મુર્તિનું વિસર્જન કરાયુ હતું.

ગોધરા શહેરના મધ્યમાં આવેલ રામસાગર તળાવમાં પરંપરા મુજબ વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું આસ્થા સાથે વિસર્જન કરાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણને બચાવવા માટે વહીવટી તથા પોલીસ તંત્ર દ્વારા કુત્રીમ તળવામાં મુર્તિઓ વિસર્જન માટે અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે રવિવારના રોજ યોજાયેલ વિસર્જનને અનુલક્ષીને મોટી સંખ્યામાં પર્યાવરણ બચાવવા તથા જળચર પ્રાણીઓને બચાવવા માટે કુત્રીમ તળાવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગોધરા નગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્ષે ભક્તોએ સૌથી વધુ ઉત્સાહ દાખવી પીઓપીના સ્થાને ઇકો ફ્રેન્ડલી મુર્તિનું વિસર્જન કુત્રીમ તળાવમાં કર્યુ હતું. જેથી પર્યાવરણ તથા તળાવમાં રહેલ જળચર પ્રાણીઓને તથુ નુકશાન અટકી શકે તેમ છે. શ્રીજીની 2 ફુટ ઉંચાઇ સુધીની મુર્તિઓના વિસર્જન માટે લાલાબાગ ટેકરી મેદાનમાં નર્મદેશ્વર કુંડમાં 200થી વધુ નાની મુર્તઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. શહેરીજનોએ સહકાર આપીને આભાર માન્યો હતો.

પર્યાવરણ જાળવણી માટે લોકોમાં અભુતપુર્વ ઉત્સાહ

પર્યાવરણની જાળવણીના ભારૂપે કાયમી કુંડનુ નિર્માણ

ગોધરા પાલીકા દ્વારા બનાવાયેલા કૃત્રીમ તળાવમાં મોટી સંખ્યામાં લોકોએ વિસર્જન કર્યુ હતુ. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો