તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • જેપુરા શાળાના મુખ્ય શિક્ષક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેપુરા શાળાના મુખ્ય શિક્ષક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલતાલુકાના જેપુરા કેન્દ્રવર્તી શાળાના મુખ્ય શિક્ષક અતુલભાઇ પંચાલને પંચમહાલ જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હાલોલ તાલુકાની જેપુરા શાળાના મુખ્ય શિક્ષક અતુલભાઇ પંચાલને તા.5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ ગોધરા મુકામે યોજાયેલ શિક્ષક સન્માન કાર્યક્રમમાં જીલ્લાના પ્રથમ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પોતાની ફરજની શરુઆત 1995થી અરવલ્લી જીલ્લાના ભિલોડ તાલુકાની સુગોલ આશ્રમ શાળાથી કરી હતી. આશ્રમ શાળામાં દાહોદ જીલ્લાના ફતેપુરા, બલૈયા વિસ્તાર આદિવાસી બાળોને લાવીને ભણાવ્યા હતા. તયાર બાદ 1999થી જેપુરા શાળામાં આવી શાળાને જીવંત કરી તેઓ સતત અવનવા શિક્ષણના પ્રયોગો કરે છે. સતત બાળકોની પ્રગતિ માટે પ્રયત્નો કરે છે. શાળામાં તમામ કાર્યક્રમો કરે છે ગામના લોકોનો સહયોગ પણ ખુબ મળે છે. તેઓ સતત કાર્યશીલ રહે છે હાલોલ તાલુકાનું પંચમહાલ જીલ્લામાં ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો