તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગ્રામ્ય કક્ષાએ બુથ લેવલે સંનિષ્ઠ કાર્યકરોની ટીમ તૈયાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ્ય કક્ષાએ બુથ લેવલે સંનિષ્ઠ કાર્યકરોની ટીમ તૈયાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગામીવર્ષ 2017માં ગુજરાત રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ સંદર્ભમાં પંચમહાલ જીલ્લામાં કોંગ્રેસ પક્ષની સંગઠનાત્મક કામગીરીને વધુ વેગ આપવા ગ્રામ્યકક્ષાએ બુથ લેવલે સંનિષ્ઠ યુવા કાર્યકરોની ટીમ તૈયાર તેમની જરુરી માર્ગદર્શન આપવા તેમજ પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસપક્ષના જીતી શકે તેવા સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવા તેમજ જીલ્લામાં વિવિધ સેલ સંગઠનની જગ્યાઓ ઉપર ત્વરીત નવી નિમણુંક કરવા પક્ષની વ્યહાત્મક કામગીરીને ઓપ આપવા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિનીબેઠક ગોધરામાં મળી હતી.

જેમાં ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને નિવૃત આઇપીએસ અધિકારી કુલદિપ શર્મા, પ્રદેશ ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક પંજાબી, પંચહાલ જીલ્લા કોંગ્રેસના નિરીક્ષક ઇશાક શેખ તથા ઘનશ્યામ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પક્ષની મિટીંગમાં ગુ.પ્ર.કો.પક્ષના ઉપપ્રમુખ અશોક પંજાબીએ કાર્યકરો, આગેવાનોને સંબોધન કરતા જણાવેલ કે અગામી 2017માં ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણીએ કોંગ્રેસપક્ષ માટે તેના અસ્તિત્વ પ્રતિષ્ઠાનો મોટો જંગ છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો ખતરામાં છે ત્યારે કોમવાદી ભાગલાવાદી તત્વોનો દ્રઢતાથી સામને કરી પ્રજાની અપેક્ષા ઉપર ઉણી ઉતરેલ ભાજપા સકારને સત્તાથી દુર કરી કોંગ્રેસને જવલંત વિજય અપાવવા આપશી મતભેદો અને મુશ્કેલીઓને ભૂલી જઇ કામેલાગી જવા આહ્વાન કર્યુ હતુ.

આગામી વિધાનસભાની ચૂંટણી પુર્વે રાજયભરમા઼ કોંગ્રેસ દ્વારા બદલાતા સમિકરણોનો ભરપુર લાભ લેવા માટે અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. જેના પગલે સંગઠન મજબુત બનાવવા ભાર મુક્યો છે.

વિધાનસભામાં જીતે તેવા ઉમેદવારો અંગે ચર્ચા

સંગઠનાત્મક કામગીરીને વધુ વેગ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો