તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાની સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનીસબ જેલમાં રવિવારના રોજ એલસીબી, બીડીએસ તથા ક્યુઆરટીની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું સવારના સમયે ત્રણેવ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરે જેલના સત્તાધીશોને સાથે રાખીને ચકાસણી કરી હતી. જેમાં કેદીઓના સરસામાન, બેરેક તથા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. પરંતુ કાંઇ વાંધાજનક ચિજવસ્તુ મળી આવી હતી. નોંધનીય છેકે, પંચમહાલ પોલીસ દ્વારા અવાર નવાર રીતે સરપ્રાઇઝ સ્લોટીંગ ચેકીંગ કરવામાં આવે છે.

પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગણાતી ગોધરા સબ જેલામાં કાચા કામના કેદી, પાકા કામના કેદી તથા આરોપીઓ જુદી જુદી બેરેકોમાં રહે છે. દરમીયાન કોઇ અનિચ્છનીય બનાવ કે કોઇ સંદિગ્ધ ચિજવસ્તુ મળે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા અવાર નવાર સપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. દરમિયાન પંચમહાલ પોલીસ વડા આર.વી.અસારીની સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા. 18 સપ્ટેમ્બરના રોજ સપ્રાઇઝ ચેકીંગની સુચના આપવામાં આવી હતી. જેના આધારે પંચમહાલની એલસીબીના પીઆઇ ડી.જે.ચાવડા તથા તેમની ટીમ ઉપરાંત જિલ્લાની બીડીએસ તથા

...અનુસંધાન પાના નં.2

ક્યુઆરટી ટીમના અધિકારીઓને સાથે રાખીને જેલ વિઝીટ કરવામાં આવી હતી. તેઓ દ્વારા જેલના અધિકારીઓને સાથે રાખીને દરેક સ્થળે બારીકાઇથી ચેકીંગ કર્યુ હતું. ખાસ કરીને કાચા કામના કેદી, પાકા કામના કેદી તથા આરોપીઓના બેરેકની અંદર તથા બહાર તપાસ કરવામાં આવી હતી. તદ ઉપરાંત તેઓના સર સામાનને પણ ચકાસ્યા હતા. જોકે તેઓના સામાનમાંથી કોઇ શંકાસ્પદ ચિજવસ્તુ મળી આવી હતી. ઉપરાંત જેલની અંદર આવેલા અન્ય સ્થળ જ્યાં કેદીઓ તથા આરોપીઓની અવર જવર હોય તે સ્થળે પણ ચકાસણી કરી હતી. આમ એલસીબી, બીડીએસ તથા ક્યુઆરટીની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું સવારના સમયે ત્રણેવ ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરે જેલના સત્તાધીશોને સાથે રાખીને ચકાસણી કરી હતી. જોકે કોઇ શંકાસ્પદ ચિજવસ્તુ મળી હતી.

જેલના સત્તાધીશોને સાથે રાખીને ચકાસણી

કાંઇ વાંધાજનક ચિજવસ્તુ મળી નથી

^આજેસવાર ગોધરા ની સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં કેદીઓના સરસામાન, બેરેક તથા આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. પરંતુ કાંઇ વાંધાજનક ચિજવસ્તુ મળી આવી હતી. જોકે પંચમહાલ પોલીસ દ્વારા અવાર નવાર રીતે સરપ્રાઇઝ સ્લોટીંગ ચેકીંગ કરવામાં આવે છે. >ડી.જે.ચાવડા, એલસીબી, પીઆઇ

એલસીબી, બીડીએસ ની ટીમ દ્વારા તપાસ

ગોધરા LCB તથા BDSની ટીમ દ્વારા સબજેલમાં સપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. જોકે કોઇ વાધાજનક વસ્તુ મળી હતી. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...