તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચ. જિ.પં. કર્મીઓના પ્રશ્રોના નિકાલ માટે કેમ્પનુ આયોજન

પંચ. જિ.પં. કર્મીઓના પ્રશ્રોના નિકાલ માટે કેમ્પનુ આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાકેટલાક સમયથી હાલમાં ફરજ બજાવતા પંચમહાલ જીલ્લા પંચાયતના કર્મીચારીઓના પેન્શન, કામચલાઉ પેન્શન, મળવાપાત્ર લાભ,ફરજ મોકુફીનો સમયગાળા નીયમબધધ બાકી, જીપીએફ સહિતના 14 જેટલા પ્રશ્રોના નિકાલ માટે કેમ્પનુ આયોજન થનાર હોઇ તેઓની દરખાસ્ત તા. 21 સુધીમાં મંગાવઇ છે.

પંચમહાલ જીલ્લા પંચાયત હસ્તના વિવિધ શાખા તથા સાત તાલુકામાં આવેલા વિવિધ કક્ષાના કર્મચારીઓના પ્રશ્રો ઉપસ્થતિ થયેલા છે. કાંતો તેઓના પડતર પ્રશ્રો ગુંચવાયતા ન્યાય મળ્યો નથી. અને ન્યાય મળતો થી અનેકવાર રજૂ-ાત કરવા છતાં પ્રશ્ર જૈસેથૈ હાલતમાં રરહેતા નારાજગી અનુભવી રહ્યા છે. વર્ષો સુધી ફરજ બજાવીને સરકારી સેવા આપનાર કર્મચારીઓ આંટાફેરા કરવા છતાં પ્રશ્ર આજે નીહ કાલે તેવા બહાની બાજીથી પડાર રહેલા છે. જેમાં હાલમાં ફરજ બજાવતા કર્મી તથા નિવૃત કર્મીચારીનો સમાવેશ કરાયેલા છે. આથી નિકાલઅર્થે વર્ગ 3-4ના કર્ચારીઓના સુખદ નિરાકરણ માટે જેવા કે પેન્શન, કામચલાઉ પેન્શન, મળવાપાત્ર લાભ,ફરજ મોકુફીનો સમયગાળા નીયમબધધ બાકી, જીપીએફ,ઉચ્ચત્ર પગાર ધોરણના આદેશ બાકી, રાજ્ય વીમાના નાણા મળવાની દરખાસ્ત , રહેમરાહે આશ્રિત તરીકેની બાબતે ઉચ્ચક નાણાંકીય સહકાય મળવાની બાકી હોય ,વર્ષ 86, 96,2006ના પગાર ધોરણની ચકાસણી બાકી, વયનિવૃત નિયમ 23,24 હેઠળ કરેલહોય અને બે વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલ હોય તેવા કિસ્સામાં 10 ટકા અગર પચાસ હજારમાંથી જે રકમ જમા રાખી બાકીની રકમ કામચલાઉ ગ્રેજ્યુટી તરીકેના આદેશ બાકી,લાંબાગાળાની રજા મંજૂર કરવાની બાકી હોય, ફીક્સ પગારના કર્મીના પાંચ વર્ષ પુરા થતા નિયમિત નિમણુંક આપવા, એલટીસીના પ્રશ્રો માટે નોડલ અધિકારીને તા. 21મી સુધીમાં અરજી આપવાની રહેશે. અને ચકાસણી થયા બાદ આઆગામી સમયમાં કેમ્પનુ આયોજન કરવામાં આવતા કર્મચારી આલમમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. જોકે ઉકેલવવાની આશા જન્મી છે.

દરખાસ્ત તા. 21 સુધીમાં મંગાવાઇને નિયમબદ્ધ ચકાસણી

વિવિધ 14 જેટલાં પ્રશ્નોના નિકાલનું આયોજન થશે

અન્ય સમાચારો પણ છે...