- Gujarati News
- ગોધરાના SC વર્ગના અરજદારોને આવકનું સર્ટિ. અપાતાં નારાજગી
ગોધરાના SC વર્ગના અરજદારોને આવકનું સર્ટિ. અપાતાં નારાજગી
કેટલાકસમયથી ગોધરાના અરજદારોને નગરપાલીકાના ચીફઓફીસરનું સહી સિક્કાવાળું આવકનું પ્રમાણપત્ર તેમજ આવકના પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે માન્ય રાખવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે તેઓને સમય મર્યાદામાં લાભ નહી મળતો હોવાથી તેઓને નુકસાન જતું હોવાની પણ કલેકટરને આવેદનપત્રમાં જણાવ્યું છે.
ગોધરા શહેરમાં રહેતા અનુસૂચિત જાતિ અતિ પછાતજાતિના વિદ્યાર્થીઓને વાલીઓને શિષ્યવૃતિ કે અન્ય સહકારી સહાય મેળવવા માટે ભારત તેમજ ગુજરાત સરકારે ખાતાઓ દ્વારા સ્વરોજગારી પુરી પાડવા કે સમાજમાં પગભર કે સ્વમાનભેર જીવી શકે તેવા હેતુથી પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવે છે.જેના થકી જીવન ધોરણ ઉંચું લાવવા તેમજ બેન્કેબલ યોજનામાં સબસીડી આપવામાં આવે છે. જાતિના મહિલાઓને વિધવા, ત્યકતા, અપંગ વ્યક્તિઓને પણ સરકારી સહાય મેળવવા માટે પાલીકાના ચીફઓફિસરનું સહી સિક્કાવાળું આવકના દાખલાની જરૂરિયાત પડતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગોધરા નગર સેવા સદનના ચીફઓફીસર આવકનું પ્રમાણપત્ર આપતા નથી અને તેમાટે લોક દરબારમાં રજૂઆત કરવા છતાં ધરમધક્કા ખવડાવે છે. રાજયમાં_ આવકના દાખલા માટે સરકારી વિભાગે સક્ષમ અધિકારીઓ નકકી કર્યા છે. જેમાં નગરપાલીકાના ચીફઓફીસર આવકના દાખલા આપવા માટે સત્તા આપેલ છે. તો તેના પરિપત્રની નકલ અરજદારોને આપી ચીફઓફિસર અરજદારોને આવકના પ્રમાણપત્ર આપવા અપાવવા માગ કરવામાં આવી છે. વિઠ્ઠલભાઇ પરમાર સહિત મોટીસંખ્યામા દલીત અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. વિવિધ ખાતાના સરકારી ફોર્મમાં કુંવરબાઇનુ મામેરુ, મકાન સહાયની યોજનામાં આવકનો દાખલો ચીફઓફીસર આપશે તેવુ ફોર્મમાં ઉલ્લેખ કર્યો છે. છતાં સુવિધા પૂરી પડાતી નથી.
ગોધરા
ગોધરા નગર પાલિકા દ્વારા આવકનું પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે માન્ય રાખવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. / તસવીરહેમંત સુથાર
3 વર્ષ માટે માન્ય રાખવા માગ
આવકનું પ્રમાપપત્રઅનુસૂચિત જાતીઓના લોકો માટે 1 વર્ષ માટે માન્ય રહેતુ હેાવાથી દર વર્ષે મામલતદાર કચેરીમાં બે દિવસ રોજીરોટી ગેમાવીને સમય, શકિત અને નાણાનો વ્યય કરવો પડેછે. તેથી હવેથી આવકનું પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે માન્ય રાખવા માગ કરી છે. સમય મર્યાદામાં નહિ ઉકેલવામાં આવે તો આવનાર સમયમાં દલીત સમાજના લોકો મુખ્યમંત્રીને આવેદનપત્ર આપશે.