તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાર્માસિસ્ટની નિમણૂક મુદ્દે ગોધરામાં વિરોધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાંછેલ્લા એક વર્ષથી મેડીકલ સ્ટોર પર ફાર્માસિસ્ટની નિમણૂક કરવાની માંગણી મુદ્દે હજુ સુધી કોઇ અમલ કરાતાં લોક સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે. જેના વિરોધમાં ગોધરામાં એસો.એ પુન: માંગણી સાથે જાગૃતિ કાર્યક્રમ થકી સ્થાપના દિન ઉજવ્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોથી પંચમહાલ તથા મહિસાગર જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર સરકારના નિયમોનુસાર ફાર્માસિસ્ટની હાજરી વિના બિનલાયકાતધારી માલિકો સહિતના અન્ય દવાનું વેચાણ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. અંગે ગત વર્ષે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક તપાસ કરીને બંને જિલ્લામાંથી 46 જેટલા સ્થળોએ ફાર્માસિસ્ટ વિના સ્ટોર ચાલતા કાયદાનો ભંગ થતો હોવાનું બહાર આવ્યું છે.

એક તરફ ડીગ્રીવાળા બેરોજગાર હોવા છતાં તેઓને મેડિકલ સ્ટોર પર રાખીને ઉચ્ચક પગારે અન્યને રાખતાં તેઓને અન્યાય થઇને બેરોજગાર બની રહ્યા છે. સંદર્ભેની માંગણી મુદ્દે ગત વર્ષે રાજ્ય સ્તરે ફાર્માસિસ્ટ એસો.ની સ્થાપના કરવામાં આવીને જાગૃતિ દર્શાવતા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. એક વર્ષમાં ગુજરાતભરમાં 70થી 80 ટકા ગેરહાજરી જણાતાં રાજ્યવ્યાપી આંદોલન કરાતાં ચકાસણીમાં સફળ બનેલ સરકારે પણ જરૂરી ખાતરી આપી વિધાનસભામાં પણ હોબાળા બાદ કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમ છતાં આજે એક વર્ષ ઉપરાંતનો લાંબો સમય પૂર્ણ થવા છતાં આજદિન સુધી કોઇ સરકારે દિશામાં અમલ નહીં કરતાં નારાજગી અનુભવી રહ્યા છે.

જોગવાઇ અનુસાર તેઓને રોજગારી નહી મળતાં અને એક વર્ષી સ્થાપન બદલ ગોધરામાં કાર્યકરો એકત્રિત થઇને બેનર સાથે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્ય ઉપપપ્રમુખ સમીર સોલંકી સહિતના લોકો યુનિફોર્મ સાથે જોડાયા હતા.

ગોધરા

ગોધરામાં ફાર્માસિસ્ટની નિમણૂકની માંગ મુદે ફાર્માસિસ્ટ એસો.દ્વારા દેખાવો કરાયા.

રજૂઆત

અન્ય સમાચારો પણ છે...