તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પંચમહાલ જિ.માં આકસ્મિક બનાવમાં 3 વ્યક્તિના મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલનાઅલગ અલગ સ્થળે બનેલા આકસ્મિક બનાવમાં 3 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. જે અંગે સબંધીત પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે રહેતા અરવીંદભાઇ લક્ષ્મણભાઇ વણકર (ઉવ. 30) દ્વારા ગત તા. 10 સપ્ટેમ્બરના રોજ કોઇ દવા પી ગયા હતા. જેથી તેઓને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું કરૂણ મોત થયુ હતું.

કાલોલ તાલુકાના બોરૂ ગામે રહેતા રમીલાબેન માનસિંહ સોલંકી (ઉવ.40) ની ઉપર તાજેતરમાં ખડીયો પડતા તેઓ દાઝી ગયા હતા. જેથી પ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું કરૂણ મોત થયુ હતું.

દાહોદ જિલ્લાના આંગાવાડા ગામે રહેતા ગોરસભાઇ ઉર્ફે ગોરસીંગ રૂમાલભાઇ માલીવાડ (ઉવ.48) કાલોલ તાલુકામાં આવેલ હીરો કંપની સામે પતરાવાળા છાપરામાં કંપનીમાંથી લાઇટનું કનેકશન લીધુ હતું. તે વાયરને અડી જતા કરંટ લાગ્યો હતો. જેથી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓનું સારવાર દરમિયાન કરૂણ મોત થયુ હતું. બનાવ સંદર્ભે સબંધીત પોલીસ દ્વારા અકસ્માતે મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

અકસ્માતે મોત અન્વયે નોંધ કરાઇ

રીંછવાણી, બોરૂ, આંગાવાડાનો બનાવ

અન્ય સમાચારો પણ છે...