ગોધરા અને લુણાવાડામાં ઝાપટાંથી ઠંડક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવોકોરાધાકડ રહ્યાે હતાે ત્યારે અચાનક શુક્રવારની સવારે ગોધરા શહેરમાં છુટોછવાયો વરસાદી ઝાપટા પડતા આકરા તાપ વચ્ચે ઠંડક પ્રસરી ગઇ હતી. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જ્યારે નમતી સાંજે લુણાવાડા તથા શહેરામાં પણ વરસાદ પડયો હતો. અને ગોધરામાં પણ વીજળીના કડાકા સાથે ગાજવીજ થઇને એંધાણ આપ્યા હતા.

છેલ્લા બે ત્રણ દિવસથી જોતજોતામાં વાદળછાયુ વાતાવરણ રચાઇને વરસાદી માહોલ સર્જાયો હતો. સમગ્ર માસ કોરો રહ્યા બાદ અચાનક શુક્રવારની સવારે શરુઆતમાં છાંટા સ્વરુપે વરસાદનુ આગમન થતાં પ્રજામાં નાસભાગ મચી ગઇ હતી અને વરસાદની બચવા સુરક્ષા સ્થળો શોધવામાં મચી ગાયા હતા. શહેરના વિવિધ વિસ્તાર જેવાકે ભૂરાવાવ, ડોડફા ફળીયુ, સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી એકત્રિત થયા હતા. જ્યારે લુણાવાડા તથા શહેરામાં પણ વરસાદ થતાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠૈડકતા પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...