પ્રાથમિક શિક્ષકો માટે GPF મોનટરિંગ સિસ્ટમ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીપીએફનાનાણા ઉપાડવા અને વાર્ષિક જમા નાણા અને વ્યાજદર જાણવા માટે મોનટરીંગ સીસ્ટમ લોન્ચ કરવામાં આવતા પંચમહાલ જીલ્લાના પ્રાથમિક શિક્ષકોને ઝડપથી સુવિધા મળી રહેવાનો ફાયદો થશે

પંચમહાલ જીલ્લાના આશરે 7500 પ્રાથમિક શિક્ષકોને પોતાના જીપીએફના નાણા ઉપાડવા અને વાર્ષિક જમા નાણા અને વ્યાજદર જાણવા માટે ઘણો સમય જતો હતો. જેથી પધ્ધતિને સરળ અને ઝડપી તથા પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણ વિભાગે તાજેતરમાં જીપીએફ મોનીટરીંગ સીસ્ટમનુ લોચિંગ કરાયુ હતુ એપ્લીકેશન સિસ્ટમ માટે જેતે ખાતેદાર શિક્ષકને તેનો મોબાઇલ ન઼બર રજીસ્ટાર કરાવો પડશે ત્યાર બાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે સીસ્ટમ પગાર બિલ સાથે જોડાણ કરેલ હોવાથી કોઇ સમસ્યા ઉભી નહી થાય .અને નાણા ઉપાડેલ તથા જમા કરવાની કાર્યવાહી બાબતે પણ એમએમએસથી શિક્ષકને જાણકારી મળી રહેશે ગોધરા નજીક અંબાલી છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન ડીડીઓ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હાજર રહ્યા હતા.

પંચમહાલ જિલ્લામાં શિક્ષકોને લાભ થશે

અન્ય સમાચારો પણ છે...