દાહોદ, પંચમહાલ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ | જિલ્લામાંથી દારૂનો જથ્થો પકડી પાડવા માટે જેમ આર.આર સેલ કામ કરે છે તે પ્રકારે હવે રેન્જ આઇ.જી અભયસિંહ ચુડાસમા દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે સ્પેશ્યલ સ્કવોર્ડ બનાવવામાં આવી છે. સ્પેશ્યલ સ્કવોર્ડ દ્વારા જો ત્રણે જિલ્લામાંથી ફરાર આરોપી પકડવામાં આવશે તો સબંધિત થાણા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ પણ કરવામાં આવ્યો છે.


દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ગુનો કર્યા બાદ ફરાર થયેલા આરોપીઓની સંખ્યા મોટી છે. ફરાર થયેલાં આરોપીઓને પકડી પાડવા માટે સ્થાનિક પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવે છે. ઉપરાંત એલસીબી અને પેરોલ ફર્લો પણ આવા આરોપીઓની શોધમાં હોય છે. જોકે, જિલ્લાઓની ભોગોલિક રચના કે બીજા અન્ય કારણોસર આરોપીઓ વહેલા પકડમાં આવતાં નથી. ત્યારે રેન્જ આઇ.જી અભયસિંહ ચુડાસમા દ્વારા આવા વોન્ટેડ઼ આરોપીઓ પકડવા માટે એક સ્પેશ્યલ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. સ્કવોર્ડ માત્ર વોન્ટેડ આરોપીઓ પકડશે. રેન્જ આઇ.જીની સ્કવોર્ડ જો ત્રણે જિલ્લામાંથી આરોપી પકડશે તો જે તે પોલીસ મથકના ઇન્ચાર્જ સાથે સ્થાનિક બીટ અને આઉટ પોસ્ટના અધિકારી અને કર્મચારીની નિષ્કાળજી ગણીને તેની સામે શિક્ષાત્મક કાર્યવાહીનો હુકમ કરવામાં આવ્યો છે. માટે ત્રણે જિલ્લાના વોન્ટેડ આરોપીઓના લીસ્ટ પણ ગોધરા ખાતે મંગાવી છે.

109થી વધુ વોન્ટેડ પાંજરે પુરાયા

દાહોદજિલ્લામાં જિલ્લાના, જિલ્લા બહારના અને રાજ્ય બહારના મળીને 900ની આસપાસ આરોપીઓ વોન્ટેડ છે. ત્યારે પોલીસ વડા મનોજ નિનામાએ અવાર-નવાર આરોપીઓ પકડવાની ડ્રાઇવ કરાવતાં એલસીબી, પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસની મહેનતને કારણે છેલ્લા માસમાં આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગ કરીને જિલ્લા અને પરપ્રાંતના 109થી વધુ આરોપીઓ પકડમાં આવ્યા છે.

કામગીરી સરળ બનશે

^બોર્ડરનાજિલ્લાઓ હોવાથી આંતર રાજ્ય ગુનેગારો પણ વોન્ટેડ છે. સ્થાનિક અને આંતર રાજ્યની પોલીસ સાથે સંકલન કરીને સ્કવોર્ડ વોન્ટેડ આરોપી પકડવાની કામગીરી કરશે. સાથે પોતાની રીતે પણ માહિતી મેળવીને કામગીરી કરશે. સ્કવોર્ડની રચનાથી કામગીરી વધુ સરળ બનશે. >અભયસિંહ ચુડાસમા,રેન્જઆઇજી,ગોધરા

દાહોદ, પંચમહાલ, મહિસાગર જિ.માં ચાંપતી નજર રખાશે

જો સ્કવોર્ડ વોન્ટેડ આરોપીઓને પકડશે તો થાણા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે

વોન્ટેડને પકડવા માટે રેન્જ આઇ.જીની સ્પે. સ્કવોર્ડ

અન્ય સમાચારો પણ છે...