તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોમા નદીના પટમાંથી રેતી ભરેલા 4 વાહનો જપ્ત કરાયા

ગોમા નદીના પટમાંથી રેતી ભરેલા 4 વાહનો જપ્ત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલતાલુકાના ચલાલી ગામ પાસેથી ગોમા નદિના પટમાં ખાણ અને ખનીજ વિભાગ તથા ગોધરા પ્રાંતઅધિકારીએ અચાનક છાપો મારતા નાસભાગ મચી ગઇ હતી પાસ પરમીટ વગર તથા ઓવલોર્ડેડ ગેરકાયદે રેતીનુ વહન કરતા 21 લાખથી વધુ કિમ઼તના ચાર વાહનો જપ્ત કરી ગોધરા લવાતા ફફાડટ વ્યાપી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી તંત્રની ચાંપતી દેખરેખ હોવા છતાં બેરોકટોક રેતીનુ ગેરકાયદે વહન કરાઇ રહ્યુ છે. ચોમાસામાં પણ રેતી તણાઇ આવતા હાલમાં બા઼ધકામક્ષેત્રે ચાલતા રેતીની માંગ રહેતા શહેરી વિસ્તારમાં હેરાફેરી કરાઇ રહી છે. ત્યારે ગોધરા પ્રાંત અધિકારી તથા ખાણ અને ખનીજ વિભાગ દ્રારા અચાનક બે દિવસ દરમ્યાન જુદા જુદા સમયે ચકાસણી કરાઇ હતી ત્યોર કાલોલ તાલુકાના અલાલી ગામ પાસેથી ગોમા નદિના પટમાં છાપો મારવામાં આવતા રેતીનુ વહન કરનારોઓમાં નાસભાસ મચી ગઇ હતી અહી ભરાઇ રહેલા વાહનોના સંચાલકો પાસે પાસ પરમીટ માંગવાની સાથે નીયમ કરતા વધુ જથ્થો ભરાયેલા વાહનોની ચકાસણી દરમ્યાન ચાર ટ્રક સહિત ડમ્પર વાહનો તથા 36.9 મેટ્રીક ટન રેતી મળીને કુલ 21 લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો આથી ખનીજ સંપત્તિનુ ઓવરલોર્ડેડ હેરાફેરી કરવા કાયદાના ઉલ્લંઘન બદલ ખાણખનીજ વિસભાગને વધુ ચકાસણી કરીને આગળની 95 હજાર જેટલી દંડનીય કાર્યવાહીની તજવીજથી ફફડાટ વ્યાપ્યો છે.

ઓવરલોડ વહન કરવા બદલ તપાસ હાથ ધરાઇ

ખાણ-ખનિજ તંત્રના છાપામાં નાસભાગ મચી ગઇ

ચલાલી ગામ પાસેની ગોમાનદિમાંથી ભરીને આવેલા ઓવરલોર્ડેડ વાહનો ગોધરા ખાણ અને ખનીજ વિભાગે જપ્ત કર્યા છે.પાસ પરમીટ વિના 21 લાખથી વધુ કિમતના 4 વાહનો જપ્ત કરી ગોધરા લવાતા ફફાડટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...