• Gujarati News
  • હાલોલમાં વરસાદના પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી

હાલોલમાં વરસાદના પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલપંથકમાં વિતેલા 24 કલાકમાં ખાબકેલા 11 ઇંચ જેટલા ભારે વરસાદને પગલે હાલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. હાલોલના નિચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ જવા સાથે જનજીવનને ભારે અસર પહોંચીહતી. ખાસ કરીને ગોધરા રોડ પર આવેલી બે ખાનગી બેંકોમાં પાણી ભરાતા વ્યવહાર બંધ રખાયો હતો.
હાલોલ પાવાગઢ પંથકમાં અવિરત વરસાદને પગલે હાલોલના તળાવમાં ઓવરફલો થતા પાણી હરિજનવાસ અને સ્ટેશન રોડ તરફ ઘુસ્યા હતા. જેનાથી શાકમાર્કેટ અને વિઠ્ઠલપુરા, અનુપમ સોસાયટીમાં વિસ્તારોના કેટલાક ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા. જેનાથી લોકોની મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. પાણી આગળ વધીને કણજરી તળાવમાં જતા આખો દિવસ કણજરીથી હાલોલનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. બીજી તરફ ઉભરાતુ તળાવનું પાણી સ્ટેશન રોડ થઇ વરીયા કોલોની માર્કેટીંગ યાર્ડ, રણછોડનગર થઇ આજુબાજુના વિસ્તારોમાં ફેલાતા રહીશોએ પાલિકામાં ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. પરંતુ તેઓની મદદે તંત્ર પહોંચી શકયુ હતુ. બપોર બાદ કાલોલથી હાલોલના માર્ગને અસર પહોંચી હતી. ગોધરા રોડ પર જીઆઇડીસીથી હાલોલ તરફ આવેલી બેંકો અને ઓટોમોબાઇલના શો રૂમોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જયારે ગોધરા રોડ પર આવેલ નાકોડા દર્પણમાં પાણી ભરાઇ જતા નીચે આવેલ આઇસીઆઇસીઆઇ બેંક તથા યશ બેંકમાં પણ પાણી ભરાઇ ગયા હતા. અને આવે બેંક બંધ રાખવી પડી હતી. જયારે કોમ્પલેકસમાં રહેતા લોકે ફસાયા હતા. આજે વરસાદને કારણે હાલોલ નગરમાં પાણી ભરાઇ જતા વ્યવહાર ખોરવાયો હતો.
હાલોલના સુભમ એપાર્ટમેન્ટમાં પાણી ભરાતા રહીશોના વાહનો ડુબી ગયા હતા./તસવીર મકસુદમલીક
નિચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં