• Gujarati News
  • જરોદનું તળાવ છલકાતા હાલોલ વડોદરા રોડ બંધ

જરોદનું તળાવ છલકાતા હાલોલ વડોદરા રોડ બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદમાં અવિરત વરસાદ સંજેલીમાં 6 ઇંચ ખાબક્યો
પંચમહાલ અને મહિસાગરમાં જનજીવન અસ્તવ્સસ્ત થયું
હાલોલવડોદરા ટોલ રોડ પર આવેલ જરોદ ગામ નજીક ગામનું તળાવ છલકાતા જુની રેલવે ફાટક નજીક રોડ પર પાણી ફરી વળતા હાલોલ વડોદરા એકસપ્રેસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. દિનભર વાહન વ્યવહાર બંધ કરાયા બાદનમતી સાંજે પાણી ઉતરતા રોડ પૂર્વવત કરાયો હતો.
વડોદરા હાલોલની ધોરી નસ ગણાતા એકસપ્રેસ હાઇવે સવારથી બંધ થઇ જતા હજારો વાહન ચાલકો અટવાઇ પડયા હતા. ખાસ કરીને વડોદરા તરફ જતા ભારે વાહનો તથા હાલોલના સ્થાનિક લોકોને દિનભર હાલાકીમાં મુકાવાનો વારો આવ્યો હતો. બીજી તરફ તંત્ર દ્વારા હાલોલ ટોલનાકા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનો રોકી લેવાતા બંને તરફ લાંબી કતરો જામતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. હાલોલ અને વડોદરાથી જરોદ થઇ પહોંચેલા વાહન ચાલકો વડોદરાને હાલોલ પહોંચવા સાવલીનો માર્ગ અપનાવ્યો હતો.
પરંતુ સાવલી રોડ પર પહોંચેલા વાહન ચાલકો સાવલી રોડ પરના નાળા કોતરમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોને ઘરના કે ઘાટના જેવી સ્થિતિ સર્જાતા કેટલાક વાહન ચાલકોને પરિવારજનો શુ થયુ હશે તેવી ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. નમતી સાંજે રોડનું પાણી થોડુ ઓછુ થતા ભારદારી વાહનો માટેનો માર્ગ ખુલ્લો કરવામા આવ્યો હતો.
અત્રે નોંધનિય છેકે ભાદરવો ભરપુર ઉકિતને સાર્થક કરતા મેઘરાજાએ મચાવેલા ભારે તોફાનમાં મંગળવારે બપોર બાદ વડોદરા હાઇવે ટોલ રોડ બન્યાને 20 વર્ષના ગાળામાં પ્રથમ વખત અવર જવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેનાથી વાહનોની લાંબી લાઇનો લાગી હતી.
પંચમહાલમાં મેઘ પ્રકોપ : હાલોલમાં 11, ગોધરામાં 9 ઇંચ
{મહિસાગર િજલ્લાના રાજગઢના ચાર ગામ વિખુટા
{હાલોલની સોસાયટીઓમાં વરસાદી પાણીનું સામ્રાજય
{કડાણા ડેમમાંથી બેલાખ કયુસેક પાણી છોડાયું
{િજલ્લામાં 35 ઉપરાંત વીજ પોલ તુટતાં અંધારપટ
{ભારે વરસાદના પગલે ગોધરામાં જળબંબાકાર
પાણીનુ વહેણ ઓછુ થતા રોડ રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો
આજવાસરોવરની સપાટી ભયજનક વટી જતા તંત્ર દ્વારા પાણી છોડાતા પાણી જરોદ રેલવે ફાટક નજીક ફેલાઇ ગયા હતા. જેથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ટોલ પ્રોજેકટ સતાવાળાઓને રોડ બંધ કરવાની સુચના અપાતા હાલોલ અને વડોદરા ટોલનાકા પર સવારના 8 કલાકથી રોડ બંધ કરવામાં આવ્યો હતો. સાંજે 6 કલાકે પાણીનુ વહેણ ઓછુ થતા રોડ રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. > વૈભવશર્મા, ટોલટેક્ષપ્રોજેકટ મેનેજર
દાહોદ શહેરમ