તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • મકાઇનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ટુંકા પાકના આયોજન તરફ વળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાઇનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ટુંકા પાકના આયોજન તરફ વળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંખરીફ ઋતુના બે માસ પસાર થયા બાદ પંચમહાલના કેટલાક વિસ્તારમા મકાઇ પાક બોગસ બિયાણ અને નીંદામણના અભાવે વિકાસ નહી થતા પાક નુક્સાન થયુ છુ. આથી ચિંતાતુર ખેડૂતો દ્રારા ટુંકા ગાળાના દિવેલા તથા શાકભાજીનુ પાકનુ આયોજન કરવા કટિબધ્ધ બન્યા છે.

ચોમાસામા ઋતુમાં પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમા નદિ, નાળા, તળાવ સહિતના સ્ત્રોતમાં પાણીની આવક ભરપૂર થાય છે.પાણીની સગવડને લીધે અન્ય ઋતુનુ સરખામણીમાં ચોમાસમાં વધુ પ્રમાણમાં વાવેતર નોંધાતુ હોવાથી વુધ ઉત્સાહિત થાય છે. મોડે મોડે પણ મૂરઝાયેલા પાકને વરસાદનુ પાણી મળતા પાકને જીવતદાન મળતા તેઓના જીવમા જીવ આવ્યો છે. અત્યારના ભાદરવા સુધી છુટાછવાયા ઝાપટાં વરસાતા 1.60 લાખ હે.માં ડાંગર, મકાઇ, તલ, કપાસનુ વાવેતરને ફાયદારુપ બન્યા હતા. ત્યારે શ્રાવણ માસમાં પૂરતા અને અનુકૂળ વરસાદને લઇને હાશ પામી હતી. પણ દરમ્યાન આકાશામાં વર્તાતા તાપને લઇને ડાંગર તથા મકાઇના પાકને નકામુ ઘાસ ઉગી નિકળતા ભારે તકલીફ પડી હતી. અને ઉભુ થયેલુ નિંદામણથી ભારે તકલીફ પડી રહી હતી. બે વાર સુધી નિકાલ કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. ત્યાર બાદ બે જેટલો લાંબો સમય પસાર થયા બાદ જીલ્લાના મુખ્ય પાક મકાઇનુ યોગ્ય વિકાસ નહી પામતા એક તબક્કે ચાતકની નજરે રાહ જોઇ રહ્યા છે. હાલમાં 80 હજાર હે.મકાઇ વાવેતર થયા બાદ પાણીની આવક અને ભેજના પ્રમાણ સાથે સારા પાકનુ આશા સેવાઇ હતી. તેના બદલે બોગસ બિયારણ ખેડૂતોને પધરાવી દેવાયા હતા ઉંચા ભાવે બિયારણ સાથે ખાતર સહિતની સામગ્રી ખરીદા પછી મહેનત આદરવા છતાં યોગ્ય વિકાસ નહી થતાં અનેક પ્રશ્રાર્થ સર્જાયા છે.નેવા પાકની નુક્સાની અટકાવવા હવે ખેડૂતો ટુંકા ગાળાના પાક આયોજન તરફ વળ્યા છે. માટે ગ્રામમસેવકનો સંપર્ક કરીને જરુરી માર્ગદર્શન લેવા જીલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્રારા જણાવાયુ છે.

હાલમાં 80 હજાર હે.મકાઇ વાવેતર કરવામાં આવ્યું હતું

શુ આયોજન કરવુ જોઇએ

જોમકાઇ તથા અન્ય પાક અવિસીત થયા હોય તો ગભરાવવાની જરુર નથી. હાલમાં ભેજનુ પ્રમાણ સારુ હોવાથી ચણા,દિવેલા તથા શાકભાજી કરવુ યોગ્ય છે. બાગાયતી વિભાગનો સપર્ક કરીને બિયારણ મેળવીને માત્ર બે માસનના ટુંકાગાળાના પાક કરવાથી ફાયદો થાય છે આથી ખેડૂતો તરફ વળ્યા છે.

પંચમહાલમાં દિવેલા-શાકભાજી તરફ ખેડૂતોએ ધ્યાન કેન્દ્રિત કર્યુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો