તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • વેજલપુર બસ સ્ટેન્ડના ખાડાથી ચાલકો સહિત મુસાફરો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેજલપુર બસ સ્ટેન્ડના ખાડાથી ચાલકો સહિત મુસાફરો પરેશાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલનાવેજલપુર બસ સ્ટેન્ડમાં પડેલા મસમોટા ખાડાથી એસટી ડ્રાયવરો સહિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેન્ડમાં પડેલા ખાડાને કારણે બસ મથકમાં ડ્રાયવરો બસને ગોળ ગોળ ફેરવે છે. જેને કારણે મુસાફરો પણ સામાન સાથે બસની પાછળ દોડતા નજરે પડતા હોય છે. ખાસ કરીને ઉંમરલાયક,મહિલાઓ તથા શાળાના બાળકો દફતર સાથે દોડતા મુસાફરોની હાલત કફોડી બની જાય છે.

કાલોલના વેજલપુર બસ સ્ટેન્ડમાં પડેલા મસમોટા ખાડામાં વરસાદી પાણી ભરાવાને કારણે ડ્રાયવરો સહિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિન પ્રતિ દિન ખાડામાં વધારો થતો જાય છે. જેને કારણે બસ ચાલકો પણ પરેશાન થઇ જાય છે.વેજલપુર બસ મથકે આજુબાજુના ગામડાના મુસાફરો સહિત બસોની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોવા છતા તંત્ર દ્વારા પુરતુ ધ્યાન અપાતુ હોય તેવુ નજરે પડે છે. હાલ વરસાદ બંધ હોવા છતા પણ બસ સ્ટેન્ડમાં પડેલા ખાડાનું મરામત કામ હાથ ધરવામાં આવ્યુ નથી. જેના કારણે બસ મથકમાં ડ્રાયવરો બસને ખાડા થી બચાવવા માટે ગોળ ગોળ ફેરવે છે. અને મુસાફરો પણ પોતાના સામાન સાથે બસની પાછળ પાછળ દોડતા નજરે પડતા હોય છે. જેમા ખાસ કરીને ઉંમરલાયક ,મહિલાઓ તથા શાળાના બાળકો દફતર સાથે દોડતા મુસાફરોની હાલત કફોડી બની જાય છે. જો એસ ટી તંત્ર દ્વારા વહેલી તકે ખાડા સહિતનું સમારકામ વહેલી તકે હાથ ધરાય તે જરૂરી છે. અને મુસાફરો સહિત બસ ચાલકોને પડતી તકલીફ દુર થાય તે જરૂરી છે.

વેજલપુરના બસ સ્ટેશનમાં પડેલા ખાડા વાહન ચાલકો તથા મુસાફરો પરેશાન થાય છે. તસવીરહેમંત સુથાર

બસ ચાલકોને પડતી તકલીફ દુર થાય તે જરૂરી છે

તંત્ર દ્વારા તાત્કાલીક સમારકામ હાથ ધરાય તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો