તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સબજેલનો કાચા કામના કેદી જામીન પર ગયા બાદ ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાહોદ જિ.માંથી 13 બોગસ તબીબ ઝડપાયા


દાહોદજીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં રહેતી પ્રજાના આરોગ્ય સાથે ચેંડા કરતા ઝોલા છાપ તબીબો પર આરોગ્ય વિભાગે સપાટો બોલાવતા બોગસ તબીબોમાં નાસભાગ મચી જવા પામી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓના હાથે વિવિધ તાલુકામાં 13 બોગસ તબીબ ઝડપાયા હતાં.આ તમામ તબીબો સામે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દાહોદ જીલ્લાના ગામડાઓમાં બંગાલ અને કલક્તા તરફના ઝોલા છાપ તબીબોએ અંડીગો જમાવી દીદો હતો. ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સર્ટી વિના લોકોના આરોગ્યની ચકાસણી કરી રહ્યા છે. લોકોના સ્વાસ્થ સાથે ચેંડા કરવામાં આવી રહી હોવાની બૂમો ઉંઠવા પામી હતી. જેથી આરોગ્ય વિભાગ દ્વારા રેન્ડમ ચેકીંગ કરવામાં આવી હતી. જીલ્લા આરોગ્ય વિભાગની ટીમે લીમખેડા તાલુકાનાં વિસંલગા ગામે મકાનો તેમજ દુકાનો ભાડે રાખીને તાહેરી સાબીર હોશીયાર,રમેશ ચૂનિયા બરવાડ, વિશ્ર્વાસ આશીર્વાદ,હિરા બીર્વાલ શાંતીલાલ ડોકટરીના ડીગ્રી સર્ટી વિના દવા સારવાર કરતા ઝડપાઈ ગયા હતા.જ્યારે દેવગઢ બારીયાના ડભવાગામે ગ્રામિણ બેન્કની બાજુમા મકાન ભાડે રાખીને દિપક અમરત વિશ્ર્વાસ તબીબી ડીગ્રી વિના દવાખાનુ ચલાવતા હતા.ધાનપુર તાલુકાના ઝાંબુગામે સરકારી દુકાનની પાસે ભાડે મકાન રાખીને રહેતાતમાલ એલ. વિશ્ર્વાસ અને પાનમગામના ગોહરી ફળીયામાં રહેતા વિશ્ર્વાસ મિનલ નામનો બોગસ તબીબ ઝડપાયો હતો.ઝાલોદ તાલુકાના મહુડી ગામે બસ સ્ટેન્ડ પાસે દવાખાનું ચલાવતા પ્રભાત મલિક, ઝાલોદમાં કલીનિક ચલાવતા જ્યોત્સનાબેન ડામોર પણ સર્ટી વીના એલોપોથીક સારવાર કરતા ઝડપાયા હતા. સાથે લીમડીથી રેશચંદ્ર ઉર્ફે રતનસિંગ ધનરૂપ ઝાડ, કરંબા રોડથી હીરાચંદ કાલાચંદ બરોઇ, ફતેપુરા તાલુકાના ઘુઘસથી કલકત્તાના રમરસ નામક બોગસ તબીબ અને રાવણના વરૂણા ગામેથી મોલીક કૃષ્ણપદ ઉપેન રહે. બારાસાત જીલ્લો નડીયા (વેસ્ટ બંગાળ)નો ઝડપાયો હતો.પોલીસે ગુજરાત મેડીકલ પ્રેકટીશ એક્ટ 1976ની કલમ 30 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હત્યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે હતો

માહિતી લીક થાય છે

જ્યારેજ્યારે આરોગ્ય વિભાગ દ્વારા બોગસ તબીબોને ઝડપી પાડવા ઝુંબેશ ઉપાડવામાં આવે છે ત્યારે ત્યારે કેટલાય વર્ષોથી એક ઠેકાણે હાટડીઓ ચલાવતાં ઝોલા છાપો તાળા મારી પહેલેથી ફરાર થઇ જાય છે. ત્યારે આવી કામગીરી વખતે માહિતી કોઇ પણ ઠેકાણેથી લીક થતી હોવાની શંકા પણ ઉપજી રહી છે. બીજી તરફ આરોગ્ય અધિકારીઓ રોજે રોજ ગામડાઓમાં ફરતા હોય છે ત્યારે આવા તબીબો કેમ નથી ઝડપાતા તે પણ સંશોધનનો વિષય છે.

કામગીરીચાલુ રહેશે

^આવખતે જુદા જુદા તાલુકાઓમાં અન્ય તાલુકાઓના આરોગ્ય અધિકારીઓને ટીમ સાથે મોકલવામાં આવ્યા હતા. આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે પરંતુ તે અચાનક કરવામાં આવશે. > ડો.જે.જે.પંડ્યા, સી.ડી.એ.ઓ.

લીમખેડામાં 4, ઝાલોદમાં 3, ફતેપુરામાં 2, બારિયા 1, ધાનપુરમાં 2નો સમાવેશ થયો હતો

ઝોલા છાપ તબીબો પર આરોગ્ય વિભાગે સપાટો બોલાવતા બોગસ તબીબોમાં નાસભાગ મચી

ગોધરા જેલર દ્વારા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો