તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • કંકુથાભલામાં યુવતી સાથે દુષ્કર્મની કોશીષના ગુનામાં 4 સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંકુથાભલામાં યુવતી સાથે દુષ્કર્મની કોશીષના ગુનામાં 4 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાતાલુકાના કંકુથાંભલા ગામે કુદરતી હાજતે ગયેલી યુવતી સાથે એક યુવાન દ્વારા દુષ્કર્મ ગુજારવા સારૂ હાથ પકડી ખેચતાણ કરતા બુમાબુમ કરી હતી. જેના આધારે યુવતીને બચાવવા અન્ય બે વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા. ત્યારે યુવાન પક્ષ તરફથી પણ દોડી આવ્યા હતા. તઓએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે રહેતા નરવતભાઇ દ્વારા કુદરતી હાજતે ખેતરમાં ગયેલી યુવતી સાથે દુષ્કર્મ ગુજારવા માટે તેણીનો હાથ પકડ્યો હતો. દરમિયાન નરવતભાઇએ ખેચતાણ કરતા યુવતીએ બુમાબુમ કરી હતી. જેથી નરવતભાઇની પત્ની પણ દોડી આવી હતી. ત્યારબાદ તેણીનું મો઼ઢું દબાવી ખેંચતાણ કરવામાં આવી હતી. ઢીક્કા મુક્કાથી માર મારવામાં આવ્યો હતો. દરમિયાન તેણીને બચાવવા માટે અન્ય બે પણ દોડી આવ્યા હતા.

જોકે યુવાન પક્ષ તરફથી રાજેશભાઇ વજેસિંહ ચૌહાણ તથા શબાના શેખ પણ દોડી આવ્યા હતા. તેઓ દ્વારા અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેના આધારે યુવતી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપવા ગઇ હતી. જેથી પોલીસે ચાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે.

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી

દુષ્કર્મ ગુજારવા સારૂ હાથ પકડી ખેચતાણ કરાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો