નાડાની પરિણીતાને ત્રાસ આપી દહેજની માગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાનાનાડા ગામે પરણાવેલ યુવતીને તેના સાસરીયાઓની ચઢામણીથી તેના પતિ દ્વારા અપશબ્દો બોલી બાઇક લાવવા દહેજની માંગણી કરી ઘરમાંથી કાઢી મુકતા યુવતીએ સાસરિયા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

શહેરા તાલુકાના નાડા ગામે પરણાવેલ રાધાબેને શહેરા પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ મુજબ તેમના પતિ વિજય અરવિંદભાઇ હરીજન દ્વારા પાછલા એકાદ વર્ષથી તેના પરિવારજનો અરવિંદભાઇ નાનાભાઇ,કૈલાશબેન અરવિંદ ભાઇ,મધુબેન નાનાભાઇ અને પ્રવિણસિંહ દ્વારા ચઢામણી કરાતા તું વાંઝણી છું મારે તને રાખવી નથી બીજા લગ્ન કરવા છે તેમજ જો તારે અંહી રહેવું હોય તો તારા બાપના ઘરેથી બાઇક લાવવા માટે પૈસા લઇ આવ તેમ કરી માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.જે બાબતે રાધાબેને પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

બાઇક લાવવા પણ ત્રાસ અપાતો હતો

માનસિક ત્રાસ આપી કાઢી મુકાઇ હતી

અન્ય સમાચારો પણ છે...