તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલની ગ્રામ પંચાયતના 450 હંગામી કર્મી છુટા કરવાનો આદેશ

પંચમહાલની ગ્રામ પંચાયતના 450 હંગામી કર્મી છુટા કરવાનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજીલ્લાની 487 જેટલી ગ્રામ પંચાયતમા લાંબા સમયથી ફરજ બજાવતા 450 જેટલા હગામી કારકૂન, સેવક તથા કોમ્પ્યુટર ઓપરેટરને સરકારે તાત્કાલિક છુટા કરવાનો આદેશ કરવામા આવ્યો છે. જેના પગલે પંચમહાલ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ તમામ ટીડીઓને હાલના હંગામી કર્મચારીઓને છૂટા કરવાના અલીકરણ માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે.

પંચમહાલની 487 જેટલી ગ્રામ પંચાયતમા નિતનવી સરકારી કામ અને પ્રજાની જરુરિયાત માટે તલાટીને જવાબદારી સુપ્રત કરાતી હોય છે. પરંતુ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ નહી થતા છેવટે સહાયક તરીકે કારકૂન તથા કોમ્પ્યુટર ઓપરેટર તથા સેવકની હગામી ધોરણે ઉચ્ચક વેતન ઉપર ફરજ સુપ્રત કરાતી હોય છે.

પરંતુ ગ્રામ પંચાયતને કોઇ કર્મચારીની ભરતીની સત્તા નહી હોવા છતાં થતી ગેરકાયદે ભરતી સામે સરકારના પરિપત્ર જારી કરાયો છે. આથી જીલ્લામા 450 જેટલા ફરજ બજાવતા હગામી કર્મચારીઓને જીલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ દ્રારા છુટા કરવાનો આદેશ તાલુકા પંચાયતના ટીડીઓને કરવામાં આવતા તેઓ આજની કારમી મોઘવારીમા બેરોજગાર બનવાનો વારો આવતા તેઓને પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સાથે સાથે પ્રજાના વિકાસના કાર્યો ઉપર અસર પહોચવાની શક્યતા છે.

અત્રે નોધનિય છે કે જીલ્લાના સાત તાલુકામાંથી ચાર તાલુકા શહેરી વિસ્તાર ધરાવે છે. તેની સામે જાબુંઘોડા, મોરવા, ઘોઘંબા તાલુકા મથક હોવા છતા ગ્રામ પંચાયત આવેલી છે. સરકાર દ્રારા શહેરી વિકાસની સાથે ગ્રામ્ય વિસ્તારને વિકાસ માટે જરુરી યોજના બનાવીને પૂરતી નાણાંકીય સુવિધા ફાળવવામાં આવે છે.

હાલમા કૂદકેને ફૂસકે વધી રહેલી વસ્તી અને વ્યક્તિગત તથા સામૂહિક જરુરિયાત પ્રમાણે લાભ આપવાની પંચાયતની ફરજ છે. જીલ્લાની 1363860 વસ્તી માટે 591 જેટલી ગામ પૈકી 106 જૂથ સાથે 465 જેટલી ગ્રામ પંચાયત સેવા આપી રહી છે. જેમાં 2000થી 4999 સુધીની 212 જેટલા ગામો છે. 5000થી 9999 સુધીની વસ્તીવાળા 51 ગામો છે.

જોબ કાર્ડધારકોને રોજગારીની વિચારણા

સામાન્યરીતે 1000થી 2500 જેટલા ઉચ્ચક વેતને ફરજ બજાવતા આવા કર્મીઓ રોજેખાઇને પોતાનુ જીવન ગુજારી રહ્યા છે હવે નિર્ણય બાદ અચાનક તેઓ બેરોજગાર બનનાર છે. ત્યારે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા શિક્ષણ અને લાયકાતધારી એવા મનરેગાના જોબ કાર્ડધારકોને ગ્રામ પંચાયતમાં 90 દિવસ માટે રોજગારી આપવાની વિચારણા છે.

તાલુકામાઆદેશ કરીને રીપોર્ટ મંગાવાયા છે.

^વિવિધ પ્રશ્રને લઇને જુદી જુદી પંચાયતમા ભરતીની બાબતે વિવાદ જન્મ લેતા હોય છે. તેના કારણે સરકારે 450હગામી કર્મચારીઓની ભરતી રદ કરવામાં આવી છે. અને સુચના પ્રમાણે તમામ તાલુકામા આદેશ કરીને રીપોર્ટ મંગાવાયા છે. >આર.કે.રાજન, ડે.ડીડીઓ

સરકારનાપરિપત્રની જાણકારી નથી

^સરકારેગ્રામ પંચાયતમા કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મીઓને તાત્કાલિક છુટા કરવાના પરિપત્ર કર્યો છે. અને શુ નિયમ છે. તે અંગે કોઇ સત્તાવાર જાણકાર નથી સોમવાર બાદ પરિપત્ર વાંચ્યા બાદ વધુ આગળ કહી શકાય. >કેતુબેન દેસાઇ,પ્રમુખજીલ્લા પંચાયત

હંગામી કારકૂન, સેવક તથા કો.ઓપરેટરને છુટા કરાશે

બેરોજગાર સાથે ગ્રામ્ય વિકાસને અસર પહોચવાની ભિતી

અન્ય સમાચારો પણ છે...