તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજીવન કેદની સજાના ફરાર આરોપીની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાપોલીસ મથકે નોંધાયેલ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા કેદી 15 દિવસના વચગાળાના જામીન રજા ઉપર તેના ઘરે આવ્યા બાદ પરત જેલ ખાતે હાજર થયો હતો. દરમિયાન દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીની ગોધરાની પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સાયણ ગામેથી ધરપકડ કરીને આગળની વધુ સજા ભોગવવા સારૂ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સોંપવામાં આવ્યો હતો.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજગઢ પોલીસ મથકમાં ગત 2011ના વર્ષમાં નોંધાયેલા હત્યાના ગુનામાં ગોધરાની કોર્ટ દ્વારા આરોપી પીન્ટુભાઇ સોમાભાઇ બારીઆ (રહે. મુળાની કાપડી, ઘોઘંબા)ને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. જેથી તેને સુરત સ્થિત આજીવન કેદની સજા ભોગવવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. જોકે ત્યાં આજીવન કેદની સજા ભોગવતો હતો. અને દોઢ વર્ષ અગાઉ આરોપી પીન્ટુ બારીઆ 15 દિવસના વચગાળાના જામીન રજા ઉપર તેના ઘરે આવ્યો હતો.

જોકે રજા પુરી થતા જેલ ખાતે હાજર થયો હતો. ત્યારથી નાસતો ફરતો હતો. જેથી પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સચના અને માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોર્ડ ગોધરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.આર.ભાભળા તથા સ્ટાફના માણસો દ્વારા જામીન ઉપર આવેલા ફરાર કેદી તપાસ લંબાવવામાં આવી હતી. જેના આધારે તે સુરત જિલ્લાના સાયણ ગામે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કર્વાડની ટીમ પહોંચીને તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આગળની વધુ સજા ભોગવવા સારૂ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો