તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • પંચ. પોલીસે લૂંટના બનાવ પરથી ભેદ ઉકેલી 12 ઉપરાંત ઘાડપાડુ ગેંગને ઝડપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચ. પોલીસે લૂંટના બનાવ પરથી ભેદ ઉકેલી 12 ઉપરાંત ઘાડપાડુ ગેંગને ઝડપી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાસહિત પંચમહાલ જિલ્લામાં બે - ત્રણ વર્ષ દરમિયાન બનેલી મોટાભાગની લૂંટના બનાવ ઉપરથી ભેદ ઉકેલી કાઢી 12 ઉપરાંત ગેંગને ઝડપી પાડવામાં આવી છે. જોકે તમામ ગેંગ દાહોદ તથા મધ્ય પ્રદેશની બોર્ડર પરના ગામોની હોવાનું બહાર આવ્યુ છે. તદ ઉપરાંત રાજ્યના અન્ય જીલ્લામાં પણ કોઇ સ્થળે ચોરી કે લૂંટ થાય ત્યારે દાહોદ એમપીની ગેંગ તરફ પહેલી શંકા જાય છે.

કેટલાક સમયથી આતંક મચાવનાર ગેંગને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એલસબી સહિતની ટીમ દ્વારા તપાસ આરંભવામાં આવી હતી. જેમાં ઉપરાછાપરી બનતા લૂંટને અંજામ આપનાર મોટાભાગની ગેંગ દાહોદ તથા પરપ્રાંતિય હોવાનું બહાર આવતા પોલીસે તે તરફ તપાસ લંબાવી હતી. દરમિયાન પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા બે - ત્રણ વર્ષની અંદર ડઝનથી વધુ ગેંગની ઝડપી પાડી હતી. તેઓની પુછપરછમાં તમામ ગેંગના સભ્યો એકબીજાના સગા સબંધી હોવાની સાથે તેઓની એમઓ પણ સમાજવા લાયક હોય છે. તમામ ગેંગ દ્વારા સૌ પ્રથમ તેઓ મજુરી કામ કરવા અથવા અન્ય કોઇ બાતમીદારને મળી રેંકી કરતા હોય છે. જ્યારે મકાન બંધ હોય ત્યારે રાત્રીના સમયે નિશાન બનાવતા હોય છે. ઉપરાંત લૂંટને અંજામ આપી નિશ્વિત સ્થળે પહોંચી જતા હોય છે. તેમજ તેઓ લૂંટ સમયે લાકડા, ડંડા, ધારીયુ, પથ્થર ઉપરાંત કટ્ટા જેવા હથિયાર પણ સાથે રાખતા હોય છે. જોકે લૂંટ સમયે કોઇ પ્રતિકાર કરે તો મારી નાંખતા પણ ખચકાતા હોતા નથી. પોલીસ દ્વારા આવી ગેંગને ઝડપવામાં મોટી સફળતા મળી હતી તેઓની પુછપરછમાં તમામની એમઓ એક સરખી હોવાનું જણાઇ આવવાની સાથે સાથે મોટાભાગની ધાડ લૂંટના બનાવને દાહોદ તથા પરપ્રાંતિય ગેંગ દ્વારા અંજામ આપવામાં આવતો હોવાનું પોલીસ માની રહી છે. આમ માત્ર બે ત્રણ વર્ષમાં 12 થી વધુ ઘાડપાડુ ગેંગ ઝડપી પાડી હતી.

ઘાડ લૂંટ ગેંગમાં 15 થી વધુ સભ્ય હોય છે

જાદાખેરીયા,આમલીખજુરીયા, સજોઇ, બીલીયા, માતવા, સાતશેરા, ઝાંબુઆ, મોટી ખરજ, ઉંડારા, સરસોડા, કુંડાલ સહિતની ગેગ પોલીસના હાથે ઝડપાઇ છે. તેઓની ગેંગમાં મોટાભાગના પરિવારના સભ્યો અથવા નિકટવર્તુ હોવાનું બહારા આવ્યુ છે. તેમજ 15 થી વધુ ગેગમાં હોય છે.

3લૂટારૂને પાસા પણ કર્યા છે

દાહોદજિલ્‍લાની આંબલી ખજુરીયા ગામની ધાડ લુંટની મિનામા ગેંગના ત્રણ સાગરીતોને ડેન્‍જર પર્સન (માથાભારે) તરીકે પાસા ધારા હેઠળ પોલીસે ધરપકડ કરી ત્રણેયને અલગ અલગ મધ્‍યસ્‍થ જેલો રાજકોટ, અમદાવાદ, સુરત ખાતે મોકલી આપ્યા છે.આમ પોલીસ દ્વારા પાસાની કાર્યાવાહી કરતા ખળભળાટ મચી ગયો છે.

દાહોદ તથા મધ્ય પ્રદેશની બોર્ડર પરના ગામોની હોવાનું બહાર આવ્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો