• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • પંચમહાલ જિલ્લામાં શાળા સુરક્ષા કાર્યક્રમનો પ્રારંભ

પંચમહાલ જિલ્લામાં શાળા સુરક્ષા કાર્યક્રમનો પ્રારંભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીશાળાઓના બાળકોમાં આપત્તિ અંગેનું શિક્ષણ, તૈયારી અને વિશિષ્ટ ગુણ વિકસે તે માટે તા.૨૭ જૂનથી તા.૧ જુલાઇ દરમિયાન શાળા સુરક્ષા કાર્યક્રમની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરાની ન્યુ ઇરા હાઇસ્કૂલ ખાતે યોજી શાળા સુરક્ષા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંગેની બેઠક જિલ્લા કલેક્ટર એસ.કે.લાંગાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, શાળાના બાળકોમાં આપત્તિના સમયે યોગ્ય વ્યવસ્થાપનની જાગૃતિ કેળવવી જોઇએ. જેથી જ્યારે પણ કુદરતી કે માનવ સર્જિત આપદાઓ ઉદભવે તે સમયે જાન-માલની હાનીને ઓછી કરી શકાય અથવા અટકાવી શકાય. બાળકો ભવિષ્યના નાગરિકો હોવાથી તેમનામાં અત્યારથી સંસ્કારોનો વિકાસ કરવાની આપણી ફરજ છે. શિક્ષણ અર્થે મોટાભાગના સમયે બાળક શાળામાં હોય છે. ભૂકંપ, પૂર, આગ કે અન્ય અચાનક આવતી આપત્તિના સમયે બાળકોએ ક્યા પ્રકારની વર્તણૂંક કરવી જોઇએ જેથી તે પોતે પોતાનો જીવ સલામત રાખી શકે અને અન્ય બાળકોને મુશ્કેલીમાંથી ઉગારી શકે તેવુ શિક્ષણ સહિત વિવિધ આયામોનું નિદર્શન જિલ્લાની દરેક શાળાઓમાં સપ્તાહ દરમિયાન યોજવાનું જણાવતા જિલ્લા કલેક્ટરે દરેક બાળકના આઇડેન્ટીટી કાર્ડમાં પુરતી વિગતો સાથે બાળકના બ્લડગૃપને પણ દર્શાવવા જણાવ્યું હતું.

27 જૂનથી 1 જુલાઇ દરમિયાન ઉજવણી