• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં જન ઔષધી કેન્દ્ર ઉદઘાટન બાદ ખુલ્યું નહી

ગોધરામાં જન ઔષધી કેન્દ્ર ઉદઘાટન બાદ ખુલ્યું નહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાખાતેના પંડીત દિન દયાળ જન ઔષધી કેન્દ્ર ખાતે દવાઓ ઉપલબ્ધ નહી હોવાની લોક બુમો ઉઠવા પામી છે. ત્યારે ગોધરા લાલબાગ બસસ્ટેન્ડ પાસે શરુ કરાયેલ જન ઓષધી કેન્દ્ર નું ઉદ્ધાટન થયા બાદ તેના તાળા ખુલ્યા નહી હોવાથી લોકોને આનો લાભ મળી શક્યો નથી.

ગુજરાત સરકાર દ્વારા જનતાની સુવિધા માટે જીલ્લા મથકોએ સરકારી હોસ્પીટલ ખાતે દિન દયાળ જન ઔષધી ક્નેદ્રો શરુ કરવામાં આવ્યા હતા.જેમાં થી ગંભીર બિમારીઓની દવાઓ ઉપલબ્ધ નહી હોવાથી લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. તેમજ ગંભીર બિમારી માટે લોકોને મોંઘા મોલની દવાઓ ખરીદી કરવી પડી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાલુકા કક્ષાએ તથા સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા માંગણી અનુસાર જન ઔષધી કેન્દ્ર ફાળવવાની જાહેરાત કરીને ફાળવણી કરવામાં આવી હતી.ગોધરા લાલબાગ બસસ્ટેન્ડ પાસે ખરીદ વેચાણ સંઘ દ્વારા પંડીત દિન દયાળ જન ઔષધી કેન્દ્ર શરુ કરવામાં આવ્યુ હતું.બે માસ પહેલા જન ઔષધી કેન્દ્રનું ઉદ્ધાટન યોજાયા બાદ તે કેન્દ્ર ખુલવા પામ્યુ નથી.લોકો જન ઔષધી કેન્દ્ર ખાતે દવાઓ મેળવવા માટે સ્થળ અવર જવર માટે નજીક પડતુ હોવાથી તપાસ કરવા આવે છે. પરંતુ કેન્દ્ર બંધનું બંધ રહેતુ હોવાથી લોકોને ધરમધક્કો ખાવો પડતો હોવાથી રોષ ફેલાવા પામ્યો છે.

જન ઔષધી ખાતે દવાઓ ઉપલબ્ધ હોવાથી પરેશાની

લાલબાગ બસસ્ટેન્ડ પાસે કેન્દ્ર શરૂ કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...