હડફ ડેમમાંથી 29 હજાર કયુસેક પાણીની જાવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લામાં આવેલ મોરવા હડફ ડેમમાં ઉપરવાસ માંથી પાણી આવતા ડેમ છલકાય ગયો હતો. ડેમમાં લીમખેડા, ઉકરી ડેમમાંથી પાણી આવતાં ડેમનુ઼ રોલલેવલ 164.40 મીટરને ક્રોસ કરીને 166.20 મીટર સુધી પહોચ્યુ઼ હતુ઼. ડેમમાંથી રૂલલેવલ ની સપાટી ઉપર સુધી પાણી આવતાં સવારે ડેમના 5 ગેટ ને 4 ફુટ સુધી ખોલીને 29000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતુ઼.મોરવા હડફ ડેમમાં નવા નીર આવતાં મોટી સંખ્યામાં આસપાસ ના લોકો ડેમ જોવા ઉમટી પડયા હતા. ચાર વાગ્યા બાદ ડેમમાં 7500 કયુસેક પાણીની આવક સામે ડેમના બે ગેટ બે ફુટ સુધી ખોલીને 7500 કયુસેક પાણીની જાવક હતી.ડેમમાં ઉપરવાસમાં સતત વધતાં પાણીની આવકના લીધે ડેમ સત્તાધીશો કટ્રોલરૂમ બનાવીને સતત નજર બનાવી રહ્યા છે.

ડેમે રુલ લેવલ 164.40 મીટરને ક્રોસ કરી ગયું

મોરવા(હ) તાલુકામાં આવેલ હડફ ડેમમાંથી ૨૯ હજાર ઉપરાંત કયુસેક પાણી છોડવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...