• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાની કોલેજ પાસે પ્રવેશ પ્રક્રીયાનો યુનિ.એ ખુલાસો માગ્યો

ગોધરાની કોલેજ પાસે પ્રવેશ પ્રક્રીયાનો યુનિ.એ ખુલાસો માગ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનીસાયન્સ કોલેજમાં બીએસસીના પ્રથમ વર્ષના કોર્સ માટેની પ્રવેશ ની એન્ટ્રી પ્રકિયા દરમ્યાન 30 વિધાર્થીઓની એન્ટ્રી યોગ્ય રીતે કરતાં 30 વિધાર્થીઓને અગવડતા પડી હતી. તેઓએ રજુવાત કરતાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ તપાસ કરીને વેરીફીકેશન કરતાં કોલેજ એન્ટ્રી પ્રકિયામાં ભુલો બહાર આવી હતી. યુનિ.દ્વારા પ્રથમ વર્ષનું મેરીટ લીસ્ટ રદ કરીને કોલેજ પાસે વાલીઓ તથા વિધાર્થીઓનો સમય,નાણાનો વ્યંય તેમજ નવી પ્રકિયાથી ભણતરમાં વિલબ આવશે. જેથી કોલેજ તથા યુનિવર્સિટીની ગરીમાને નુકસાન પહોચવાની સંભાવનાને લઇને યુનિ.એ કોલેજના દોષિત કર્મચારીઓ પાસેથી 50000 નો દંડ કેમ ના વસુલાય તે અંગેનો ખુલાસો માગ્યો હતો.

કોલેજની નિષ્કાળજીથી નવું સત્ર મોડુ઼ શરુ થશે

અન્ય સમાચારો પણ છે...