• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલના 200 કોન્ટ્રાકટર્સ દ્વારા હડતાલ સમેટી લેવાઇ

પંચમહાલના 200 કોન્ટ્રાકટર્સ દ્વારા હડતાલ સમેટી લેવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા12 દિવસથી બાંધકામ સામગ્રી તથા કામોના બિલ ઉપર 18 ટકા તોતિંગ જીએસટીના પગલે કોન્ટ્રાકટર આલમે હડતાલ ઉપર ઉતરી ગયા હતા ત્યારે જરુરી ખાત્રિ અપાતા પંચમહાલના 200 કોન્ટ્રાકટર્સ દ્રારા હડતાલ સમેટી લઇને કામગીરી શરુ કરાઇ છે. રોજગારી આપતુ બાંધકામક્ષેત્રની સિમેન્ટ, સળીયાસહિતની સામગ્રી ઉપર વેરા લાગવાની સાથે હવે સરકારી કામો કરતા ઇજારદારોના બિલ ઉપર 18 ટકા જેટલો તોતીંગ જીએસથી લાગુ પાડવામાં આવતા કફોડી હાલત સર્જાઇ હતી ત્યારે પંચમહાલ જીલ્લાના કો.એસોને જીએસટીના વિરોધમા છેલ્લા 12 બે દિવસથી સરકારી કામો બંધ કરી દીધા હતા . જીલ્લામાં સરકારી 200થી વધુ ઇજારદારો દ્રારા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકા, પાનમ સિંચાઇ , નાની સિંચાઇ, માર્ગ અને મકાન( પંચાયત), માર્ગ અને મકાન (રાજ્ય)ના હાલમા઼ રસ્તા, નાળા તથા નાના મોટા બાધકામના કામો પૂર્ણતાને આરે ,પ્રગતિમા કે નવા શરુ થનાર છે. હાલમાં 100 કરોડ ઉપરા઼તના કામો અચાનક બંધ કરી દેવામા આવતા વિકાસને ધક્કો પહોચ્યો હતો સમયમર્યાદાને બાદ કરતા વિલંબથી કામો પૂર્ણ થવાની શક્યતા સેવાઇ રહી હતી . સાથે સાથે રોજ કમાઇને ખાનાર ઓછા વેતને શ્રમિકકામ કરનાર બેરોજગાર બનવાની સાથે સામગ્રીના વિક્રેતાઓને આર્થિક ફટકો પડયો હતો. ત્યારે જરુરી ખાત્રિ અપાતા પંચમહાલમાં હડતાલ સમેટી લઇને કામગીરી ધમધમતી થનાર છે.

GSTના પગલે કોન્ટ્રાકટર હડતાલ પર ઉતર્યા હતા

100 કરોડના બંધ પડેલા સરકારી કામો ધમધમતા થશે

અન્ય સમાચારો પણ છે...