સુખસર |દાહોદ જિલ્લ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ |ઝાલોદ નગરમાં ઝવેરી કુવા પાસે રહેતા જયશ્રીબેન ભૈયા (બાલુબેન ) પોતાના ઘરમાં જમવાનું બનાવતા હતા.ત્યારે રોટલી બનાવતી વખતે શેકેલી રોટલીમાં દોરાયેલું જોવા મળતાં આસપાસના લોકો જોવા માટે ભેગા થઇ ગયા હતા.શેકેલી રોટલીમાં દેખાતાં નગરમાં ભકતોમાં પણ ચર્ચાનો વિષય જોવા મળ્યો હતો.


સુખસર |દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા શિક્ષકો તથા આચાર્યોને સજ્જ કરવા માટે વિવિધ પ્રકારની તાલીમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ફતેપુરા તાલુકામાં 18 જુલાઇથી 21 જુલાઇ સુધી બે તબક્કામાં ફતેપુરા તાલુકાની તમામ પ્રા.શાળાના આચાર્યોને તાલીમબધ્ધ સજ્જ કરાયા છે. તાલીમ વર્ગમાં ધારાસભ્ય રમેશભાઇ કટારા દ્વારા મુલાકાત લઇ પ્રેરણા પુરી પાડી હતી. તેમજ બી.આર.સી. ભવન ફતેપુરા ખાતે તા.26 જુલાઇ થી 28 જુલાઇ ત્રણ દિવસ 52 શિક્ષકો યોગ શિક્ષણ તાલીમમાં જોડાયા હતા. જેમાં બાળકોને શાળા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ શિખવવા કલસ્ટર દિઠ 2 શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.

દાહોદ |દાહોદજિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘની વાર્ષિક સામાન્ય સભા તા.27 જુલાઇના રોજ જી.પી.ધાનકા મા.શાળામાં યોજાઇ હતી. સભામાં દાહોદ જિ.ના મુખ્ય કમિશનર ગોપાલભાઇ ધાનકાએ દાહોદ જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા આગામી વર્ષમાં જિલ્લા રેલી, હાઇક, સમાજસેવાની પ્રવૃત્તિઓ શરૂ કરવા ભાર મુક્યો હતો. જિલ્લા સંઘમાં નવા હોદ્દેદારો ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, સ્કાઉટ-ગાઇડ પ્રતિનિધિની પસંદગી કરવામાં આવી હતી.

દાહોદ જિ.સ્કાઉટ ગાઇડ સંઘની સભા યોજાઇ

ગોધરામાં સમસ્ત બ્રહ્મ સમાજે શુક્રવારે જનોઇ બદલી

મીરાખેડીની વિજ્ઞાનપ્રવાહ વિભાગમાં વાલી સંમેલન યોજાયું

ગોધરાના આર્યુવૈદીક હોમિયોપેથીક પ્રેકટીસનર એસોસિએશનના સર્વે તબીબો દ્વારા ઉત્તર ગુજરાતના કડીકલોલ ખાતે પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને તેઓને રાહત સામગ્રી તથા દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગોધરાના તબીબો દ્વારા પૂરગ્રસ્તોને દવાઓનું વિતરણ કરાયું

ગોધરા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ગુજરાતમાં આવેલા ભારે પૂરના અસરગ્રસ્તોને પુનર્વસવાટ માટે સહાયરૂપે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂા.21001 પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપીને માનવસેવાની દિશામાં પહેલ કરી હતી.

ગોધરા ફોટો ગ્રાફર એસોસિએશને રાહત ફંડમાં 21 હજાર આપ્યા

વીરપુર | ગુજરાતમાંવર્ષી રહેલા અનરાધાર વરસાદથી લોકોના જીવન ઠપ થયા છે. ગુજરાતના બનાસકાંઠામાં વરસાદે ભારે તારાજી વેરી છે. જેમાં ઘણાં પરિવારો ઘરબાર વગરના થતાં પાણી, ખોરાક માટે ત્રસ્ત છે. ત્યારે વીરપુરની ઠાકોર સેના તેઓને મદદ રૂપ થવા ફૂડ પેકેટ બનાવી બનાસકાંઠા રવાના થઇ છે.

વીરપુર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ફૂડ પેકેટની સહાય

સંતરામપુર | આદિવાસીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર તથા કે.સી.જી.ના સંયુકત ગૌરવગાન વિષય પર વક્તૃત્વ, નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતંુ. જેમાં કોલેજના આચાર્ય અભય પરમારે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યંુ હતું. કાર્યક્રમમાં 13 વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સંતરામપુરમાં ગૌરવગાન વિશે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

ભુવાલ મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકે કલા મહાકુંભમાં સુગમ સંગીતમાં પ્રથમ સ્થાન મેળવ્યું

જિ. કક્ષાના વિજ્ઞાન સેમિનારમાં એમ.વાય.હાઈસ્કૂલ વિજેતા

ફતેપુરા તાલુકામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા યોગ શિક્ષણ તાલીમ યોજાઇ

ઝાલોદમાં શકેલી રોટલીમાં દોરાયેલું જોવા મળ્યું

અન્ય સમાચારો પણ છે...