તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમી એકતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યગુજરાત નહિ પરંતુ અમદાવાદ, સુરત તથા રાજ્ય બહાર મુંબઇ અને દિલ્હીમાં ભારે માંગ રહેવાને કારણે વર્ષોથી ગોધરા શહેરમાં બનતા દાંડીયા નિકાસ થાય છે. શહેરના મુસ્લિમ વિસ્તારમાં દાંડીયા બનાવવાના નાના મોટા 100થી વધુ કારખાન કાર્યરત છે. એક અંદાજ પ્રમાણે એક કારખાનામાંથી 700 જેટલા દાંડીયાની જોડી તૈયાર થાય છે. આમ ગોધરા શહેરના મુસ્લિમ કારીગરો દ્વારા નવરાત્રી માટે દાંડીયા બનાવી કોમી એક્તાની મીશાલ ફેલાવી રહ્યા છે.

આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડમાં અને શેરીઓમાં રાસ ગરબા રમતા ખેલૈયાઓને હાથમાં દાંડીયા શોભા ધરાવે છે. કલાત્મક દાંડીયાની માંગ વધતા દાંડીયા વિના નવલી નવરાત્રી અધુરી ગણવામાં આવે છે. દાંડીયાનું ઉત્પાદન સૌથી વધુ ગોધરા શહેરના મુસ્લિમ વિસ્તારમાં થાય છે. જેવાકે મલા કમ્પાઉન્ડ, ચકલીયાની વાડી, મજાવર રોડ, હયાતની વાડી, મેંદા પ્લોટ, ...અનુસંધાન પાના નં.3

ગેની પ્લોટ, સીગ્નલ ફળીયા જેવા વિસ્તારોમાં રમઝાન માસ બાદ નાના મોટા 100થી વધુ કારખાના શરૂ થઇ જાય છે. ખાસ કરીને ગોધરા શહેરની સાથે દાંડીયાનો ઓર્ડર અમદાવાદ, સુરત, બોમ્બે અને દિલ્હી જેવા સ્થળોએથી આવતો હોય છે. અહીં તમામ કામગરી પુર્ણ થઇ ગયા બાદ એક દાંડીયાની જોડી માત્ર પાંચ રૂપિયા પળે છે. જે હોલસેલના ભાવે વેચાણ કરવામાં આવે છે. વધુમાં નવરાત્રી પર્વ બાદ દાંડીયા બનાવવાના કેટલાક કારખાના બંધ થઇ જાય છે.અથવા તો તેઓ વેલણ, પાટલી સહિતના લાકડાના સાધનો બનાવી પોતાની રોજી રોટી મેળવે છે. એક અંદાજ મુજબ 400 થી 500 જેટલા મુસ્લિમ કારીગરો આવા કારખાનામાંથી રોજી મેળવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે.

ત્રણ કલરમાં દાંડીયા તૈયાર થાય છે

છેલ્લા 3 થી 4 વર્ષથી કારખાનામાં કામગીરી કરૂ છું. દાંડીયાની કોતરણી મશીન બાદ આખરે કલર કામ કરવા દાંડીયાની જોડી મારી પાસે આવે છે. મશીનથી બે થી ત્રણ કલરમાં દાંડીયા તૈયાર કરવામાં આવે છે. એક દિવસમાં 150 થી 200 દાંડીયા બનાવવામાં આવે છે.

ગોધરામાં મુસ્લીમ વિસ્તારમાં નવરાત્રીને અનુલક્ષીને દાંડીયા બનાવતા નજરે પડે છે. તસવીર-હેમંતસુથાર

કઇ રીતે દાંડીયા બનાવે છે

એકકારખાનામાં 5 થી 10 જેટલા કારીગરો દીન રાત એક કરીને દાંડીયા બનાવતા હોય છે. તેઓ દ્વારા દાંડીયા અને વેલન બનાવવા માટે નીલગીરી, કણજ, આંબા અને બાવળના લાકડાની મદદથી બનાવે છે. કારીગરો દ્વારા 700 જેટલા દાંડીયા બનાવે છે. મશીનથી કટ કરવાની સાથે કલર કામ કરવામાં આવે છે. તેમજ કોતરણી પણ કરવામાં આવે છે.

એક કારખાનામાંથી 700થી વધુ દાંડિયાની જોડી તૈયાર થાય છે : રાજ્યબહાર દાંડિયાની માગણી

ગોધરામાં મુસ્લિમ પરિવારો નવરાત્રી માટે દાંડિયા બનાવે છે

અન્ય સમાચારો પણ છે...