તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાની જલારામ ઇનટરનેશલ સ્કુલનો વિદ્યાર્થી મોરેશીયસ જશે

ગોધરાની જલારામ ઇનટરનેશલ સ્કુલનો વિદ્યાર્થી મોરેશીયસ જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબાનોવિદ્યાર્થી ગોધરાની જલારામ ઇનટરનેશલ સ્કુલમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થી ડાન્સમાં પાવરધો છે. જેની પસંદગી ગ્રુપ ડાન્સમાં થતા તે ડાન્સના કાર્યક્રમોને રજુ કરવા માટે મોરેશીયસ જશે.

અંગે જલારામ સ્કુલના આચાર્ય સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે મોરેશીયસમાં કાર્યરત મોરેશીયસ હિન્દુ હાઉસ દ્વારા પ્રતિ વર્ષે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. આવા કાર્યક્રમમાં ભારત સિવાય અન્ય દશોમાંથી પણ ડાન્સગ્રુપના કલાકારો આવે છે. જલારામ સ્કુલમાં ઘોઘંબાનો અજય રાજુભાઇ સુખવાલ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેને સ્કુલમાં ડાન્સ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેનું પરફોમન્સ જોઇને આણંદ ખાતે મોરેશીયસ દ્વારા નિયુકત કરેલ વ્યકિતઓ દ્વારા ઓડીશન લેવામાં આવ્યુ હતુ. જેમાં જલારામ સ્કુલ ગોધરાના ગ્રુપ ડાન્સને પસંદ કરવામમ આવ્યો. અગીયાર ડાન્સરો દ્વારા રજુ કરવામાં આવનાર ડાન્સમાં ઘોઘંબાના અજયની પસંદગી થતા ઘોઘંબા ગામ અને તાલુકામાં આનંદની લાગણી વ્યાપી ગયાનું જાણવા મળે છે.ઓડીશનમાં જજ તરીકે અપૂર્વ સાથે વડોદરાના બે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મોરેશીયસ હિન્દુ હાઉસ દ્વારા ભાગ લેનાર તમામ સ્કુલોને આવવા જવા માટે તમામ ખર્ચ આપવામાં આવે છે. પરંતુ પહેલા ભાગ લેનાર સંસ્થાને ખર્ચ ઉઠાવવો પડે છે.

ઘોઘંબા ગામ અને તાલુકામાં આનંદની લાગણી વ્યાપી

ડાન્સમાં ઘોઘંબાના અજયની પસંદગી થઈ હતી

ગોધરાની જલારામ ઇનટરનેશલ સ્કુલમાં અભ્યાસ કરતો ઘોઘંબાનો વિદ્યાર્થીની પસંદગી ગ્રુપ ડાન્સમાં થતા તે મોરેશીયસ જશે. તસવીર-સુરેન્દ્રશાહ

અન્ય સમાચારો પણ છે...