તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની સાથે અનૈતિક...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્ની સાથે અનૈતિક...

શનિવારનારોજ સવારે ફરવા માટે મારૂતી વાનમાં લઇ ગયો હતો. તેમજ અલગ અલગ સ્થળે ફરવા લઇ ગયા બાદ પરત આવ્યા હતા. દરમિયાન અરવિંદે રસ્તામાંથી પેટ્રોલ લઇ ગોધરાના છબનપુર પાસે આવ્યા હતા. જ્યાં ભલાભાઇ ઉંઘમાં હોવાથી મારૂતીવાનનો દરવાજો ખોલી હુમલો કર્યો હતો. અને પછી વાનમાં ભલાભાઇને મુકી પેટ્રોલ છાંટી સળગાવી દીધો હતો. આમ અગાઉથી પ્રિપ્લાન મુજબ ભલાને મોતને ઘાટ ઉતારી તે ત્યાંથી નાસી ગયો હોવાની કબુલાત કરી હતી. હાલમાં ડીવાયએસપી તથા પીઆઇની સંયુક્ત ટીમ દ્વારા તપાસનો દૌર ચાલી રહ્યો છે. તેમજ ઘટનામાં અન્ય હકીકત પણ સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

આખો દિવસ ભલાભાઇને ફેરવીને રાત્રે હત્યા કરી

કોઇ ફિલ્મી કહાનીની જેમ અરવિદ નાયક દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પત્ની સાથે અનૈતિક સબંધ ધરાવતા ભલાભાઇને શનિવારના રોજ પોતાની વાનમાં અરવિંદ ફરવા લઇ ગયો હતો. આખો દિવસ ભલાભાઇને અલગ અલગ સ્થળે ફેરવ્યો હતો. તેમજ મોડી રાત્રીના સમયે પરત ધર તરફ આવતા રસ્તામાં પેટ્રોલ લીધુ હતું. અને દરમિયાન ભલા ઉંધી જતા રસ્તામાં ગાડી ઉભી રાખી પાના વડે માર મારી દીધા બાદ પેટ્રોલ વડે સળગાવી દીધો હતો.

મોતને ભેટનાર ભલાભાઇની પત્ની ધર છોડીને જતી રહી છે

અનૈતિક સબંધના કારણે મોતને ભેટનાર ભલાભાઇ નાયક પણ પરણિત છે પરંતુ તેણીની છેલ્લા કેટલાક સમયથી અન્ય સાથે બાળકો લઇને જતી રહી છે. જેથી ભલાભાઇ તેના ધરે એકલો રહેતો હતો. તેમજ ભલાભાઇ અને હત્યાને અંજામ આપનાર અરવિંદનું મકાન 200 થી 300 મીટરના અંતરે છે. જેથી તેઓ એક ફળીયાના અને અવાર નવાર એકબીજાના ધરે આવતા હતા.

કુંટુબેઅરવિંદના...

સમયથીધરે આવ્યો નથી અને કોઇ પત્તો હોવાથી પ્રાથમિક તપાસમાં અરવિંદની લાશ હોવાની સાથે તેની કોઇ અંગત અદાવતમાં હત્યા કરી હોવાની પરિવારજનોના જવાબના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો દ્વારા કહેવાતી અરવિંદની લાશના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જોકે સોમવારની સાંજે અરવિંદ પરત દાઝેલી હાલતમાં આવતા અનેક રહશ્યના વામળો સર્જાયા હતા. એક તરફ પરિવારજનો શોક મગ્ન હતા. અને બીજી તરફ અરવિંદ જીવતો પાછો આવતા પરિવારજનો પણ ખુશી ફેલાઇ ગઇ હતી. રવિવારે જે અરવિંદના અંતિમ સંસ્કાર કર્યા હતા તે અરવિંદ જીવતો પરિવારજનોની સામે દેખાતા તેઓ પણ અવાક બની ગયા હતા.

મૃતજાહેર કરાયેલ...

હાલતમાંપોતાના ગામની ચોકડી પાસે આવ્યો હતો. જોકે પગ, માથા સહિતના ભાગે ગંભીર દાઝેલ હોવાથી કેટલાક યુવાનો તેના ધરે લઇ ગયા હતા. જ્યાં પરિવારજનો જીવીત દેખતા એક તબક્કે હેબતાઇ ગયા હતા. અને અવાક બનીને માત્રને માત્ર જીવીત અરવિંદને દેખતા હતા. તદ ઉપરાંત યુવાન અંગે તાત્કાલીક પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા. અને જીવીત અરવિંદને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં બનર્સ વોર્ડ તેને સારવાર આપવામાં આવી રહી છે. હાલ પોલીસ તંત્ર દ્વારા પણ તેની તલસ્પર્શી પુછતાછ ચાલી રહી છે. ચોવીસ કલાક દરમિયાન ક્યાં કયા રોકાય સહિતની મોડી સાંજ સુંધી પુછતાછ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...