તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલમાંથી અલગ અલગ સ્થળેથી 6 મોટર સાઇકલની ચોરી

પંચમહાલમાંથી અલગ અલગ સ્થળેથી 6 મોટર સાઇકલની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લાના જાંબુઘોડા, ગોધરા તથા હાલોલ પંથકમાં અલગ અલગ સ્થળ ઉપરથી જુદા જુદા સમયે મોટર સાઇકલની ચોરીના બનાવ નોંધાયા છે. જે અંગે સબંધીત પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

હીરાપુર ગામે રહેતા સંદીપભાઇ સલાટએ પોતાની મોટર સાઇકલને તાળુ મારી મુકી રાખી હતી. તેમજ વિજયભાઇ તથા અશ્વિનભાઇ દ્વારા પણ પોતાની મોટર સાઇકલને તાળુ મારી મુકી રાખી હતી. દરમિયાન કોઇ કોઇ વાહન ઉઠાવગીર દ્વારા ત્રણેવ મોટર સાઇકલનું તાળુ તોડી ચોરી કરી નાસી ગયો હતો. ગત તા. 4 સપ્ટેમ્બરની રાત્રીના સમયે એક સાથે ત્રણ મોટર સાઇકલની ચોરી થતા ચકચાર મચી ગઇ હતી. જે અંગે ઘોઘંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. વાધજીપુર ગામે રહેતા કાન્તીભાઇ વણકર દ્વારા ગોધરા શહેરની ભાગ્યોદય હોસ્પિટલ પાસે પોતાની હોન્ડા ડ્રીમ યોગા મોટર સાઇકલને તાળુ મારી મુકી રાખી હતી. કોઇ વાહન ઉઠાવગીર દ્વારા બાઇકનું તાળુ તોડી ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે ગોધરા ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે. રત્નદીપ સોસાયટી વિસ્તારમાં રહેતા દક્ષેશકુમા સોમાભાઇ પ્રજાપતિએ પોતાની મોટર સાઇકલને થાળુ મારી મકાન પાસે મુકી રાખી હતી. દરમિયાન કોઇ વાહન ઉઠાવગીર દ્વારા બાઇકનું તાળુ તોડી ચોરી કરી નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...