તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પ્રવેશોત્સવ દરમ્યાન નબળા છાત્રોને દત્તક લેવા ડીએસઓની અપીલ

પ્રવેશોત્સવ દરમ્યાન નબળા છાત્રોને દત્તક લેવા ડીએસઓની અપીલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના છબનપુરની નાયક ફળીયા, નવી વસાહત તથા પ્રવેશોત્સવના ભાગરુપ ગોધરા તાલુકાન છબનપુર નાયક ફળીયા, નવી વસાહત, નસીરપુર પ્રાથમિક શાળામા જીલ્લા પુરવઠા અધિકારી એમ.એસ.ગઢવીએ ધો.1માં નવીન દાખલ થનાર બાળદેવોને શૈક્ષણિક કીટ સાથે ઉજ્જવળ ભાવી માટે શુભેચ્છા પાઠવીને તિલક કરીને શાળામા પ્રવેશ કરાવાયો હતો. નાયક ફળીયામાં રહેતા ગરીબ આદિવાસી વિધ્યાર્થીઓને પોતાની ગાડીમાં બેસાડીને તેઓના ઘરની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અનાજ, આધારકાર્ડ, નરેગા તથા વિવીધ સહાય યોજના અંગે માહિતી મેળવીને લાભ લેવા જણાવાયુ હતુ જ્યારે કંકુથાભલામાં પંચ પ્રભુ પ્રસાદ હેઠળ વિનામૂલ્ય દૂધ આપ્યુ હતુ ગત વર્ષથી શરુ કરાયેલી દરેક દૂધ સભાસદોને સો ગ્રામ દૂધ ભૂલકાઓ માટે ડેરીમાં દાન આપવાની સેવાભાવી પ્રવૃત્તિને સતત કાર્યરત રાખવા અપીલ કરાઇ હતી ધનોલમાં વિધ્યાર્થીઓ સાથે ભોજન લીધા બાદ સંબોધનમા એમ.એસ.ગઢવીએ જણાવ્યુ હતુ કે નિયમિત શાળામા બાળકો આવે મધ્યાહ્ન ભોજન મળી રહે તો તેજસ્વી બનશે. નબળા વિધ્યાર્થીઓને દત્તક લઇ તેમને વ્યવસ્થિત ભણાવીને શાળા છોડે ત્યારે સમક્ષ બને તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અપીલ કરાઇ હતી પ્રસંગે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શુભેચ્છા પાઠવીને તિલક કરીને શાળામા પ્રવેશ કરાવાયો

છબનપુર,નસીરપુર, કંકુથાંભલા, ધનોલમાં નબળો પ્રતિસાદ

અન્ય સમાચારો પણ છે...