તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના સમાચારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમ તો શિક્ષણ પાછળ ભાગ્યજ કોઇ ઉદાર હાથે દાન સહાય કરતા હોય છે. ત્યારે પંચમહાલ જીલ્લામા ત્રણ દિવસ ઉજવાયેલા શાળા પ્રવેશોત્સવમાં કુલ 20 લાખની વસ્તુ સ્વરુપ તથા રોકડ દાન વિધ્યાર્થીઓને દાતાઓ દ્રારા સખાદત કરાઇને પ્રોત્સાહિત કરાયા હતા જેમા સૌથી વધુ રોકડ પછાત ગણાતા ઘોઘંબામા દાતાઓને હાથ આગળ લંબાવીને 1.62 લાખ અર્પણ કર્યા છે. પણ અગ્રેસર હાલોલ તાલુકામાં 5 લાખનુ દાન પ્રાપ્ત થયુ છે ભારતીય સંસ્કૃતિમાં દાનનો અનેરો મહિમા ગણાવીને પુણ્ય કમાવાની તક ગણી છે. છે. જેમાં વિવિ દાન પૈકી શિક્ષણદાન અતિપવિત્ર માનવામાં આવે છે. ત્યારે પશ્વિમિ સંસ્કૃતિની આડ અસરે આજે શિક્ષણ વેપારનુ માધ્યમ બનીને ઉભુ કરાયેલ આકર્ષ્ શિક્ષણ સંકુલના માધ્યમે પુસ્તકો સાથે મોંઘીદાટ ફિ વસૂલવામાં આવે છે. પરિણામે પરિવારોને એક ટંક માંડ ગુજરો કરવો મુશ્કેલ હોય છે. તેવા પંચમહાલના પછાત તથા ગરીબ બાળકો માટે દિન પ્રતિદિન મોંઘુ બનતુ જતુ શિક્ષણ મેળવવુ એક દિવાસ્વપ્ત સમાન બન્યુ છે. તેવા સમયે દાતાઓ ઉપયોગી નીવડીને તેઓના ઉજ્જવળ ભાવિમાં પથદર્શક નહી પરંતુ ભગવાન સાબિત થતા હોય છે. બાળકની મેઘાવી પ્રતિભા જોઇને ઉદાર દાતાઓ છાના છુપકી કોઇને કોઇ સ્વરુપે શિક્ષણ માટે મદદ કરતા હોવાના કિસ્સા સાંભળાય છે. પરંતુ પંચમહાલના 1107 ગામોમાં પથરાયેલ 186 માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક તથા 1388 પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ દરમ્યાન અધિકારીઓની ઉપસ્થિતિમાં માત્ર ખેતી ઉપર નિર્ભર નાનકડા ગામના મહાનુભાવોની આર્થિક મદદની ભાવના બાળ દેવો ઉપર ઉતરીને ક્યાંક રોકડ કે તેઓને અભ્યાસમાં મદદરુપ થતી સામગ્રી વિતરણ કરીને ઉદાર હાથે સખાદત પૂરી પાડીને સમાજમાં મિશાલ ઉભી કરી છે. સૌથી વધુ રોકડ ઘોઘંબા તાલુકામાં 1,62,350 પ્રાપ્ત થયા છે. અને સૌથી ઓછા જાબુંઘોડામાં રુા. 31908 મળ્યા છે. જ્યારે વસ્તુ સ્વરુપે દાનમાં સૌથી વધુ હાલોલ તાલુકામાં રુા. 4,29,388 અને સૌથી ઓછી મોરવામાં રુા.58195 મળ્યા છે. આમ અત્યાર સુધીમાં રુા. 532574 રોકડ તથા વસ્તુસ્વરુપે રુા. 1477078 મળીને કુલ 2009652નુ દાન મળતા નાના ભૂલકાઓના ચહેરા પુલકિત બનીને સામગ્રી તથા રોકડ તેઓના અભ્યાસમાં ચોક્કસ મદદરુપ બનશે તેવી વાલીઓ માને છે.

ચાંદોદ | ચાંદોદગ્રામ પંચાયતની બેદરકારી ને કારણે નગરના મુખ્ય ચારરસ્તા પાસે પાણી છોડવા માટેના વાલ્વ ની ટાંકી માં ટ્રેક્ટર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

ત્યારે મુખ્ય અને જોખમી કામો પરત્વે બેધ્યાન રહેતા પંચાયત સત્તાધીસો સામે નગરજનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ચાણોદમાં મુખ્ય રસ્તા પર ટ્રેકટર ફસાતા ટ્રાફીક જામ

ગોધરા | ગામડીથીગોલ્લાવ જવાના રસ્તા ઉપર તંત્ર દ્વારા નાળુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી એક માસ જેટલો સમય કરાયા બાદ કોનટ્રાકટર દ્વારા કામગીરી હાલમાં બંધ કરી દેવામાં આવી છે. ચોમાસુ શરુ થયા બાદ રસ્તેથી અવર જવર બંધ થઇ જાય તેવી પરિસ્થીતી સર્જાય કામગીરી પુરી કરાય તે જરૂરી છે.

ગામડીથી ગોલ્લાવ જવાના રસ્તાનું નાળા બનાવવા માંગ

દાહોદ | દાહોદજિલ્લાના ફતેપુરા ગામે સંતાન નહીં થતાં પતિ સહિતના સાસરિયાઓ દ્વારા મહિલા ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. માર મારીને પતિ મહિલાને તેના પાલક પિતાના ઘર પાસે મુકીને જતો રહ્યો હતો.આ મામલે મહિલાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વાંઝણીના મેણા મારીને ત્રાસ આપતાં સાસરિયા

દાહોદ | ગરબાડાતાલુકાના ગુલબાર ગામમાં રહેતી 24 વર્ષિય સવિતાબહેન મહેશભાઇ મંડોડ બપોરના 12.30 વાગ્યે ગામમાં ચાલતી આંગણવાડીએ હતી. તે વખતે ગામમાં રહેતાં રાકેશભાઇ મંડોડ અને મીનાબહેન મંડોડ તેની પાસે આવ્યાહતાં. રાકેશભાઇએ તુ આંગણવાડીમાં કેમ આવે છે કહીને હુમલો કર્યો હતો.

આંગણવાડીમાં કેમ આવે છે કહીને દંપતિનો હુમલો કર્યો

સંતરામપુરમાં છેલ્લા કેટલાક સમયથી જોખમી અને નમી ગયેલા વિજપોલ દેખાય છે.આ બાબતે સ્થાનિક રહિશોએ રજુઆત કરવા છતા વિજ પોલને નવો બેસાડવામાં આવતો નથી.ચોમાસામાં વિજ પોલના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહી. સંખ્યાબંધ રહિશો પણ વસવાટ કરી રહ્યા છે.

ગોધરાના સોનીવાડ ગરબા ચોકમાં ગૌરક્ષા દળ તથા ઘર્મ જાગરણ સમન્વય વિભાગ દ્વારા પંચકુંડી 21 હોમાત્મક શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ શનિવારની રાત્રીના 9 વાગે રાખ્યો હતો. જેમાં પપ્પુભાઇ સોનીના કંઠે પંચકુંડી 21 હોમાત્મક કર્યું હતુ઼. પાંચ કુંડોમાં આહુતી આપીને ઘામિર્ક મંત્રોચાર દ્વારા કરવામાં આવ્યો હતો.

સંતરામપુરના વાગડીયાવાસમાં જોખમી બનેલો વિજ પોલ

ગોધરામાં સોનીવાડામાં 21 મહાકુંડ મારૂતી યજ્ઞ યોજાયો

ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે બસ સ્ટેન્ડનો અભાવ જોવા મળતો હતો બસ સ્ટેન્ડ હોવાથી લોકો ને જયા ત્યા ઊભા રહી બસો પકડવી પડતી હતી. પોલીસ સ્ટેશન નજીક નવિન અત્યંત આધુનિક બસ સ્ટેન્ડનુ નિમાર્ણ કરવામાં આવ્યુ છે. નવિન બનેલા બસ સ્ટેન્ડમાં ઠેર ઠેકાણે ગંદકી ગંદકી જોવા મળી રહી છે.

ગોધરામાં રનિવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જીલ્લા કક્ષાનો સી.એસ.સી ઇ- ગર્વનર દ્વારા જી.એસ.ટી અંગેનો તેમજ પ્રઘાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભિયાન અંગેનો અવેરનેસ સેમીનાર યોજાયો હતો. નેમાં જીલ્લાના સી.એસ.ટીના કુલ 115 જેટલાં વીએલઇ હાજર રહ્યા હતા.

ફતેપુરા તાલુકાના બસ સ્ટેન્ડમાં ખાડા પડતાં હાલાકી

ગોધરામાં જીએસટીનું સેમીનાર યોજાયુ઼

શાળા પ્રવેશોત્સવમાં પંચ.ના દાતાઓની ઉદારતા

અન્ય સમાચારો પણ છે...