તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બની છે : મંત્રી પરમાર

સરકારી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બની છે : મંત્રી પરમાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા હાલોલ પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે પંચાયત સેવામાં પસંદ થયેલા ઉમેદવારોને નિમણુંક પત્ર વિતરણનો સમારોહ મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં આયોજિત કરાયો હતો. પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી નોકરીઓની ભરતી ઓનલાઇન કરીને ભરતી પ્રક્રિયાને સંપૂર્ણ પણે પારદર્શક બનાવી છે. નવી નિમણુંક મેળવતા ઉમેદવારોને અભિનંદન આપી આવકાર્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ દેસાઇએ જણાવ્યું હતું કે, આપ સૌ એવુ કામ કરશો જેથી સરકાર, સમાજ અને આપનું કુટુંબ આપની પર ગર્વ કરે. પસંદગી સમિતિ દ્વારા વર્ગ-3ની જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર અને ગ્રામ સેવક સંવર્ગની કુલ 253 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં પસંદ થયેલા 33 જુનિયર ક્લાર્ક, 58 તલાટી કમ મંત્રી અને 35 મલ્ટી પરપઝ હેલ્થ વર્કરોને નિમણૂંકના હુકમો આગાઉ આપ્યાં હતાં. ગ્રામ સેવક સંવર્ગમાં પસંદ થયેલા 52 ઉમેદવારોને નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યાં છે. સંપૂર્ણપણે પારદર્શક રીતે અને સંવેદના સાથે સંવર્ગોની ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે

12 આંગણવાડી બહેનોની મુખ્ય સેવિકા તરીકે પદોન્નતિ

52 યુવાઓને ગ્રામ સેવક તરીકેના નિમણુંક પત્રો એનાયત

અન્ય સમાચારો પણ છે...