• Gujarati News
  • સસ્તા અનાજના 4 સંચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ

સસ્તા અનાજના 4 સંચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાકેટલાક સમયથી પુરવઠા વિભાગ દ્વારા ફળવાયેલ રાહતદરના અનાજને પુરો પાડવામાં ભારે ગેરરિતી આચરાઇ હોવાની રજુઆત કરાઇ હતી. જેના આધારે લાભાર્થીઓના કાર્ડ જપ્ત કરવા સાથે નિવેદન નોંધ્યા હતાં. બાદમાં તપાસના આધારે પંચમહાલ જીલ્લાના કાલોલ નગર, શહેરાના નાડા, ગોધરાના ચિખોદરાના સંચાલકોને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. જયારે મોરવાના સાલીયાના સંચાલકનું આજીવન લાયસન્સ રદ કરાયુ છે. આમ પાંચ ઉપરાંત સંચાલકો સામે જીલ્લા પુરવઠા અધિકારી એમ.એસ.ગઢવી દ્વારા શિક્ષાત્મક હાથ ધરાતા ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.

પંચમહાલ જીલ્લાના છેવાડાના ગરીબ આદિવાસી પરિવારોને બેટંક ભોજન મળી રહે તેવા હેતુથી સસ્તા દરેથી સરકારે રાહતદરનું અનાજ પુરુ પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઠરાવાયેલા સસ્તા અનાજની ચિજવસ્તુઓ અનિયમિત વિતરણ કરવામાં આવતી હેાવાની બુમ ઉઠેલી છે. જેમાં રહીશો તેમજ આગેવાનો દ્વારા થયેલી આક્ષેપયુકત રજુઆતના પગલે લાભાર્થીઓના કાર્ડ જપ્ત કરવાની સાથે તેઓના નિવેદનો નોંધવામાં આવે છે. છે. આધારે અપુરતો જથ્થો વિતરણ કરીને બાકીનો જથ્થો બારોબાર સગેવગે કરાયો હોવાની રજુઆતના આધારે તપાસમાં તથ્ય લાગતા કાલોલ નગર, શહેરાના નાડા, ગોધરાના ચિખોદરા તથા મોરવાના સાલીયા સહિતના પાંચ સંચાલકોને 90 દિવસ માટે જીલ્લા પુરવઠા અધિકારી એમ.એસ.ગઢવી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરુપ સસ્પેન્ડ કરવામાં આવતા ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે. જયારે રૂા.1,19,443ની વસુલાત કરવા તેમજ દુકાનનો પરવાનો તથા અધિકારપત્ર અંગે સાલીયાના દુકાનદારને આજીવન માટે લાયસન્સ ડીએસઓ દ્વારા રદ કરવામાં આવતા વધુ ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અનિયમિતા આચરીને લાભાર્થીઓમાં હકકના અનાજના કાળાબજાર કરાતો હોવાની સામાન્ય માનવી દ્વારા જીલ્લા પુરવઠા અધિકારી સમક્ષ ફરિયાદો રજુ કરવામાં આવી હતી. જેના આધારે તાત્કાલિક અસરથી હકકદારોને જરુરી અનાજ મળી રહે તેવા આશય સાથે આદરેલી તપાસ અનુસંધાને ચાર ઉપરાંત સ્થળોએ તાલુકાના પુરવઠા સ્ટાફ દ્વારા ઘરે ઘરે પહોંચીને તેમજ બીપીએલ અંત્યોદય લાભાર્થીઓને મળવા પાત્ર સરકારના નિયત જથ્થા ફાળવણીમાં તેમજ કાર્ડ જપ્ત કરીનેતપાસ હાથ ધરવામાં આવી હતી.

દુકાનદારોએ નિયત સમયમાં જથ્થો ઉપાડવા તાકિદ

કયાકયા સંચાલકો સામે કાર્યવાહી

તપાસ બાદ કાર્યવાહી કરાશે

શિક્ષાત્મક કાર્યવાહીકરાયેલા દુકાનદારોમ