તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ વિભાગના દંડ સામે પંચ.ની 3 શાળાઓ અપીલમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજીલ્લાની 18 શાળાઓમાં રાજ્ય શિક્ષણ વિભાગ અને કેન્દ્રિય શિક્ષણ વિભાગ એમ બન્ને અભ્યાસ ક્રમો ભણાવાતા હોવાની તપાસ અંતગર્ત જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 શાળાઓમાં ગેરરીતીઓ જણાતા પંચમહાલ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટીસો પાઠવી જે તે સમયે દંડ ફટકારાયો હતો.જે બાદ 12 શાળાઓએ દંડની ભરપાઇ કરીને બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યા હતા.જ્યારે ત્રણ શાળાઓ દ્વારા શિક્ષણ વિભાગમાં અપિલ કરવામાં આવી છે જેની કેસ કાર્યવાહી હાલ ચાલુ છે.

પંચમહાલ જીલ્લાની 15 શાળાઓમાં ગુજરાત શિક્ષણ વિભાગ અને કેન્દ્ર શિક્ષણ વિભાગ (સીબીએસસી) એમ બન્ને અભ્યાસક્રમ ભણાવવામાં આવતા હતા.તે અંગેની નોંધ લઇને શાળાઓ ખાતે તપાસ આરંભીને તેમને નોટીસો પાઠવી 53.85 લાખ રુપીયાનો દંડ ફટકાર્યો હતો જેના પગલે ગોધરા સહિત જીલ્લાની 12 શાળાઓએ પોતાને થયેલા દંડની ભરપાઇ કરીને બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યા હતા. જ્યારે કાલોલ સહિતની જીલ્લાની ત્રણ શાળાના સંચાલકોએ દંડની રકમ તથા નોટીસને પડકારી હતી.

15 શાળાઓને 53.85લાખનો દંડ ફટકારાયો હતો

3 શાળા અપિલમાં ગઇ

^કાલોલસહિતની જીલ્લાની ત્રણ શાળાઓ પંચમહાલ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફટકારેલ દંડની નોટીસના વિરોધમાં શિક્ષણ વિભાગમાં અપિલ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની ઉપર કેસ ચાલુ છે.>અર્ચનાબેન

12 શાળો દંડની રકમ ભરી

ગોધરાસહિત પંચમહાલ જીલ્લાની 18 શાળાઓ પૈકીની 15 શાળાઓમાં રાજ્ય અને કેન્દ્ર એમ બન્ને અભ્યાસ ક્રમો ભણાવવામાં આવતા હતા.જે અંગે નોટીસો બાદ 12 શાળાઓએ દંડ ભરીને બાંહેધરી પત્ર લખી આપવામાં આવ્યા છે.

પંચ.ની 12 શાળાઓએ દંડ ભરીને બાંહેધરી પત્ર લખી આપ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો