તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • દાભડામાં પુજારીને લૂંટી લેનાર જામનગરનો તેજસ રીઢો ચોર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાભડામાં પુજારીને લૂંટી લેનાર જામનગરનો તેજસ રીઢો ચોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાભડાનાહનુમાન મંદીરના પુજારીને લૂંટી ઉંઘની ગોળી ખવડાવી બેભાન બનાવનારા લૂંટારાઓ પૈકીનો તેજસ પંડ્યા જામનગરમાં મોબાઇલ-બાઇક ચોરી તથા ઉંઘની ગોળીઓ ખવડાવવાના ગુનામાં વર્ષની સજા ભોગવી ચુક્યો છે.

શ્વાસની બિમારીથી પીડાતો જામનગરના તેજસ પંડ્યાએ દાભડાના પુજારીને લૂંટી બેભાન બનાવવાનાં ગુનામાં ઝડપાયા બાદ લીમખેડા પોલીસને ચોંકાવનારી કબુલાતો કરી પોતે રીઢો ચોર-લૂંટારો હોવાનું જણાવ્યું હતું. દાભડામાં લૂંટ કરી તે દિવસે સવારે મારૂતિ ફન્ટીમાં સવાર ત્રણેય લૂંટારાઓ ગોધરા-કાલોલ વચ્ચે ટોલનાકા પાસેના એક હનુમાન મંદીરના પુજારીને પણ ઉંઘની ગોળીઓ ખવડાવી બેભાન બનાવ્યો હતો. તેજસના જણાવ્યા મુજબ તે 1998-99માં પાંચ બાઇક ચોરીના ગુનામાં જામનગર પોલીસના હાથે ઝડપાયો હતો. ત્યારે આઠ માસ જેલમાં રહ્યો હતો. વર્ષ 2007માં જામનગરમાં એક વ્યક્તિને ઉંઘ્ની ગોળીઓ ખવડાવી લૂંટ કરવાના ગુનામાં તેને ચાર વર્ષની સજા થઇ હતી.

ઉંઘની ગોળી ખવડાવવાના ગુનામાં સજા પણ ભોગવી ચુક્યો છે

હનુમાન મંદીરના પુજારીને પણ બેભાન કર્યા હતા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો