તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા નગર પાલિકાએ 104 કામદારોને નોટીસ ફટકારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનગર પાલિકાના 104 કાયમી કામદારો સફાઇનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવાની કામગીરી બંઘ કરાવા માટે રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું નગર પાલિકાના કાયમી કામદારોએ નગર પાલિકાને કોઇપણ જાતની જાણ કર્યા વગર રજા પાડી હોવાથી પાલીકા દ્રારા કડક પગલા લીઘા હતા. પાલીકાએ કાયમી 104 કામદારોને નોટીસ આપીને કામદારો પાસે ખુલાસો માંગ્યો હતો.નોટીસમાં જણાવ્યા અનુસાર ગોધરા નગર પાલિકામાં કાયમી /ફીકસ સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાઓ તા.20/3/2017ના રોજ તમો તમારી ફરજ ઉપર ગેર હાજર રહેવાથી નગરજનોનું આરોગ્ય જોખમાય તેમ છે. જેથી તમારી પ્રકારની ગેરહાજરી ગેરકાયદેસર અને બાબતે નગર પાલિકાને ગેરહાજર રહેવા બાબતે જાણ કરેલ નથી જે બાબત ગંભીરહોવાથી તમારો પગાર કપાત કરવામાં આવશે અને ગેરહાજર રહેવા બાબતે દિન-2 માં લેખિત ખુલાસો આપવા અથવા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી નોટીસ આપતા કામદારોમાં નારાજગી વ્યાપી ગઇ હતી.

તમામ કામદારો પાસે ખુલાસો માંગતા નારાજગી

જાણ કર્યા વગર રજા પર રહેતાં કાર્યવાહી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો