તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા તા. પં.મા ચર્ચા વિના બજેટ મંજૂર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મતવિસ્તારમાંથીઆવતા સભ્યો માટે પ્રવાસભથ્થાની જોગવાઇ કરવા છતાં એક વર્ષથી તેઓને લાભ નહી અપાતા ગોધરા તાલુકા પંચાયતની બજેટ સભામાં હોબાળો સર્જાયો હતો દરમ્યાન ચાલુ વર્ષ 16-17નો સુધારેલ અંદાજ રૂા.88837379 ની સામે આગામી વર્ષ 17-18નો 9073779 અંદાજ રહેવાની સાથે પુરાંતવાળુ ચર્ચા વિના મંજૂર કરાતા આશ્વર્ય વ્યાપ્યુ હતુ

ગોધરા તાલુકા પંચાયતની બજેટને અનુલક્ષીને સામાન્ય સભા મળી હતી. ઘટાડવાપાત્ર પરચૂણ ખર્ચ બાબતે સફાઇ,પાણી તથા તાર ટપાલ સિવાય કોઇ વધારાનો કોઇ કરાતો નથી .વળી રેતી કંકરની ઉપજ સામે અપાતી ગ્રાન્ટનો દૂર ઉપયોગ થતો હોવાનો વિપક્ષે આક્ષેપ મૂકીને તપાસની માંગ કરાઇ હતી અને માર્ચ માસ પૂર્થ થવા છતાં સરકારમાંથી ગ્રાન્ટ આવ્યાની પણ નારાજગી વ્યક્ત કરી હતી . દર વર્ષે બજેટ ચુંટાયેલા સભ્યોના પ્રવાસભથ્થા આપવાના નિયમ હોવાથી તેનો અંદાજપત્રમાં જોગવાઇ કરાય છે. પરંતુ એકવર્ષ પૂર્ણ થવા છતાં કોઇ સભ્યને લાભ આપાયો હોવાને લઇને સભ્યોએ પરસ્તાળ પાડી હતી દરમ્યાન કેટલાક સભ્યોએ નહી સ્વીકારવાની જાહેરાત કરાઇ હતી પરંતુ રકમ ફળવાતી હોય તો અન્ય માટે લાભ આપવા જણાવાયુ હતુ આમ વિપક્ષના કોઇપણ જાતની ચર્ચા કર્યા વિના બજેટ સર્વાનુમતે પાસ કરાયુ હતુ દરમ્યાન સભ્યો ગોપાલભાઇ પટેલ, અરવિંદસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ રાઠોડ હાજર રહ્યા હતા.

સુધારેલ અને નવા વર્ષનો નાણાંકીય અંદાજ

આજનાબજેટમાં ચાલુ વર્ષેનો સુધારેલ પરચૂરણ આવકની જેટલો આગામી વર્ષે નાણાનો અંદાજ છે. વળી સ્વભંડોળની 1710000ની આવક જેટલો આગામી સમયે તેટલી રકમ જળવાશે ઉઘડતી સિલકે ચાલુ વર્ષના 7127379ની સામે વર્ષ 17-18માં 7363779 અંદાજ છે. આમ કુલ ચાલુ વર્ષ 16-17ના સુધારેલ અંદાજમાં 8837379 સામે 9073779નો અંદાજ રહેવાની સંભાવના છે.

સેન્ટરનામુદે શાસકો-વિપક્ષો વચ્ચે ખેંચતાણ

વિપક્ષીનેતા શૌકત ચાંદાએ કચેરી સંકુલમાં ચાલતા ઝેરોક્ષ સેન્ટર મૂળ અરજદારોને બદલે અન્ય લાભ લેતા હોવાના મુદે વિરોધ કરીને બંધ રાખવાની માંગ કરાતા શાસકો તથા વિપક્ષો વચ્ચે ખેંચતાણ થતાં છેવટે ભાજપાની બહુમતિ આધારે બે વર્ષ માટે પુ:ન મંજુરી આપી હતી.

એક વર્ષ પુર્ણ થયા બાદ પણ સભ્યને કોઇ લાભ મળ્યો હોવાનો વિપક્ષાઓે હોબાળો મચાવ્યો

વર્ષ 17-18નો 9073779 અંદાજ પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો