તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ફેરફાર | ઉનાળો શરુ થતાં વિદ્યાર્થીઓને લૂથી બચાવવા માટે સમય સવારનો કરવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેરફાર | ઉનાળો શરુ થતાં વિદ્યાર્થીઓને લૂથી બચાવવા માટે સમય સવારનો કરવામાં આવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાંઉનાળાની ઋતુ શરુ થતાં ગોધરા સહિત પંચમહાલની 1400 જેટલી પ્રાથમિક શાળાના અભ્યાસકર્તા વિધ્યાર્થીઓને લૂથી બચાવવા માટે પરીક્ષા યોજાય ત્યાં સુધી 15 દિવસ માટે સવારની શાળા કરાઇ છે

ત્રણ ત્રણ માસ સુધી કકડતી ઠંડીનો અહેસાસ કર્યા બાદ તાજેતરમાં હોળીના ધૂળેટી પર્વની પૂર્ણાહૂતિ બાદ ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે. ગરમીનો અનુભવ થતા ગોધરા સહિતના જીલ્લાભરમાં વહેલી સવારથી સૂર્યનારાયણના દર્શન થઇને બપોર દરમ્યાન આકરા તાપ વર્તાતા પ્રજા પણ તાપથી બચવાના પ્રયત્નો કરે છે. અને ઘર કચેરી તથા જાહેર સ્ક્ષ્થળઓએ એસી.પંખા પણ ધરમધતા કરતા ઠડીથી રાહત મેળવે છે.

જ્યારે મોટેરાઓ તો રક્ષણ માટે પૂરતી કાળજી રાખે છે. પરંતુ પ્રાથમિક શાળામ અભ્યાસ કરતા નાના ભૂલકાઓની રોગપ્રતિકારક શક્તિની ઉણપ હોવાને લીધે તેઓ આવી ગરમી સામે પૂરતી કાળજી રાખતા નથી અને રમતમાં જીવ હોવાને લીધે ક્યારેક લૂ લાગવાના બનાવો વધી જતા હોય છે.

ત્યારે ગોધરા સહિત પંચમહાલ જીલ્લાની 1400 ઉપરાંત શાળાઓમાં બાળકના સ્વાસ્થ્યને લઇને તંત્ર દ્રારા આજે સોમવારથી શાળાનો સમય સવારે 7થી 12નો રાખવામાં આવ્યો છે.પરંતુ હાલમાં કેટલાક પ્રાથમિક શિક્ષકોને બોર્ડની પરીક્ષાની કામગીરી સુપ્રતકરાઇ હોવાને લઇને તેઓની અવેજીની ફરજ નજીકના વર્ગશિક્ષકસંભાળી રહ્યા છે. સાથે સાથે સવારની શાળાતી હાજરીમાં અસર વર્તાવાની શરુ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

પંચમહાલની પ્રાથમિક શાળાઓમાં ઉનાળામાં ડુંગરાળ વિસ્તારોમાં ભારે ગરમીનો માહોલ જામતો હોય છે. જેના કારણે નાના ભુલકાઓને પરેશાન થવુ પડતું હોયછેે ત્યારે તંત્ર દ્વારા શાળાનો સમય સવારનો કરવામાં આવતાં રાહત થઇ છે.ે

જિલ્લાની 1400 ઉપરાંત શાળાઓમાં અભ્યાસ કરતાં છાત્રોને રાહત

પંચ.માં પ્રા. શાળાનો સમય સવારનો કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો