તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા પાલિકા દ્વારા અમલ થનાર કોન્ટ્રાકટ પ્રથાનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા પાલિકા દ્વારા અમલ થનાર કોન્ટ્રાકટ પ્રથાનો વિરોધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાનગર પાલિકા દ્વારા આગામી સમયમાં વિવિધ વિભાગોમાં કોન્ટ્રાકટથી કામગીરી શરૂ કરવામાં આવનાર છે જેના વિરોધમાં વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી કાઢી જીલ્લા કલેક્ટરને આવેદન પ્રત્ર આપવામાં આવ્યુ હતુ.

ગોધરા પાલિકા દ્વારા આગામી સમયમાં વિવિધ વિભાગો જેવાકે સફાઇ,આરોગ્ય, પ.વ.ડી.,પાણી પુરવઠા,લાઇટ જેવા વિભાગોમાં કોન્ટ્રાકટથી કામગીરી શરૂ કરવામાં આવનાર છે જેના વિરોધમાં જેતે વિભાગના 500 ઉપરાંત કર્મચારીઓ અખિલ ભારતીય સફાઇ મજદુર સંધના યૂનિયન સાથે જોડાઇને ગોધરા નગર પાલીકા દ્વારા ચાલુ કરવામાં આવનાર કોન્ટ્રાકટ પ્રથાના વિરોધમાં પ્લેકાર્ડ તથા સુત્રોચાર સાથે એક વિશાળ રેલી કાઢી હતી. જે નગર પાલીકાથી નિકળીને શહરેના મુખ્ય માર્ગો પર ફરી હતી. તમામ રોજમદાર કામદારો નગર પાલીકામાં છેલ્લા કેટલાય વર્ષથી સળંગ એજ આશા સાથે ઇમાનદારીથી નિયમીત રીતે ફરજ બજાવતા હતા કે ભવિષ્યમાં આપણને મંજુર થનાર મહેકમમાં અમોને કાયમી કામદાર તરીકેના લાભો મળશે.. પરતું કોન્ટ્રાકટ પ્રથા લાગુ થવાની સાથે વર્ષોથી કામ કરતા રોજમદારોનો પરિવાર પણ આર્થિક રીતે બેકારીમાં ધકેલાઇ જાય તેવી પરિસ્થિતી ઉભી થાય તેવુ તેઓને લાગી રહ્યુ છે. જેથી ના છુટકે યુનિયન સાથે જોડાઇને ગોધરા નગર પાલીકા દ્વારા ચાલુ કરવામાં આવનાર કોન્ટ્રાકટ પ્રથાના વિરોધમાં જોડાયા છે. વધુમાં અખિલ ભારતીય સફાઇ મજદુર સંધના પ્રદેશ વરિષ્ઠ મહાસચિવ કિરણ સોલંકીના જણાવ્યા મુજબ નગર પાલીકા દ્વારા કોન્ટ્રાકટથી કામગીરી કરવા માટેની ટેન્ડર પ્રક્રિયાને તાત્કાલીક અસરથી રદ કરી હાલ જે રીતે કામગીરી ચાલે છે તે રીતે ચલાવવામાં આવે જો તેમ કરવામાં નહી આવે તો યુનિયને કાર્યવાહી કરવાની ફરજ પડશે.

રજા લીધા વગર ગેરહાજર રહયા છે

^નગરપાલીકાના કામદારો તથા રોજમદારોએ હજુ સુઘી અમને બાબતે કોઇ પણ જાતની રજુઆત કરી નથી. કે અમારો સંર્પક કર્યો નથી, સોમવારના રોજ રજા લીધા વગર ગેરહાજર રહયા છે. >વિઘાબેન હરવાણી,પ્રમુખગોધરા નગર પાલીકા

વિવિધ વિભાગોમાં કોન્ટ્રાકટથી કામગીરી શરૂ કરવામાં આવનાર છે

કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો