• Gujarati News
  • દાહોદમાં વિવિધ અકસ્માતમાં 3નાં મોત

દાહોદમાં વિવિધ અકસ્માતમાં 3નાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદશહેર સહિત જિલ્લામાં માર્ગ અકસ્માતની ત્રણ ઘટના બની હતી. જેમાં શહેરના ગોધરા રોડ વિસ્તારમાં રવીવારની સવારે ટ્રકે મોટર સાઇકલને ટક્કર માર્યા બાદ તેની પર સવાર ચાલકના માથે ટાયર ફરી વળતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેની સાથેના યુવક પણ ઘાયલ થયો હતો. તેવી રીતે ફતેપુરામાં રસ્તા વચ્ચે ભુંડ અને પીપરો નજીક રસ્તા વચ્ચે ઢોર આવી જવાથી મોટર સાઇકલો સ્લીપ થતાં મહિલા સહિત બે લોકો મોતને ભેટ્યા હતાં. પોલીસે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

દાહોદના ગોવિંદ નગરની આશીર્વાદ સોસાયટીના સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતો મહેશભાઇ ઓચ્છવલાલ ભાટિયા અને રાજુભાઇ મોટર સાઇકલ પર સવારે ગોધરા રોડથી બજાર તરફ આવી રહ્યા હતાં. ત્યારે દેવગઢ બારિયાથી રેતી ભરીને ગોધરા રોડથી આવી રહેલી એક ખેડા પાર્સિંગની ટ્રકના ચાલકે કબ્રસ્તાન પાસે મહેશભાઇની મોટર સાઇકલને અડફેટમાં લીધી હતી. જેથી મહેશભાઇ અને રાજુભાઇ નીચે પટકાયા હતાં. તે વખતે ટ્રકનું ટાયર મહેશભાઇના માથા ઉપર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. ઉપરાંત રાજુભાઇ પણ ઘાયલ થયા હતાં. ઘટના પગલે ગોધરા રોડ ઉપર લોકોનું મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. બનાવ અંગે સુરેશભાઇ ભાટિયાની ફરિયાદના આધારે શહેર પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

ફતેપુરાના પાછલા પ્લોટ વિસ્તારના રહેવાસી સુરેશકુમાર હીરાલાલ કલાલ પોતાની બાઇક પર હસમુખ લાલચંદ કલાલને બેસાડીને જઇ રહ્યા હતાં.ત્યારે સવારના 11 વાગ્યાના અરસામાં બજારમાં રસ્તામાં અચાનક ભુંડ આવી ગયું હતું. જેથી સુરેશકુમારે મોટર સાઇકલને અચાનક બ્રેક મારતાં પાછળ બેઠેલા હસમુખભાઇ રસ્તા ઉપર પટકાયાં હતાં. જેથી માથાના પાછળના ભાગે ઇજા થતાં હસમુખભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતું. અંગે સુરેશભાઇએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ધાનપુર તાલુકાના કાંટુ ગામના ઠાકોરભાઇ હસનાભાઇ મોહનિયા અને માલીબહેન હસનાભાઇ મોહનિયા મોટર સાઇકલ ઉપર કામ અર્થે જઇ રહ્યા હતાં. ત્યારે પીપેરોથી લીમખેડા જવાના રસ્તા ઉપર સાંજના ચાર વાગ્યાના અરસામાં રસ્તા વચ્ચે અચાનક ઢોર આવી ગયા હતાં. જેથી ઠાકોરભાઇએ શોર્ટબ્રેક મારતાં તેઓ નીચે પટકાયાં હતાં. જેમાં માથાની ઇજાને કારણે માલીબહેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. હીમલાભાઇ મોહનિયાની ફરિયાદના આધારે ધાનપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદના ગોધરા રોડ વિસ્તારના થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવકનુ