• Gujarati News
  • બજારમાં અવનવા કલરની રંગોળી, સ્ટિકરોની માંગ

બજારમાં અવનવા કલરની રંગોળી, સ્ટિકરોની માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રકાશનાપર્વ દિપાવલી પર્વ શરૂ થતાંની સાથે સાથે બજારમાં અવનવા કલરની રંગોળી તથા સ્ટીકરોની માંગ વધી રહી છે. જોકે ચાલુ વર્ષે ગૃહિણીઓ તૈયાર આકર્ષક સ્ટીકર ઉપર પ્રથમ પસંદગી ઉતારી રહી છે. શહેર તથા તાલુકા મથકોના વિવિધ વિસ્તારમાં લારીઓમાં રંગો વેચનાર વધુ જોવા મળે છે. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ વર્ષે વેચાતા રંગોળીના રંગમાં વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ગોધરા શહરે સહિત પંચમહાલ જિલ્લામાં દિવાળીનું બજાર રંગ પકડતા હવે ખરીદારી માટે બજારોમાં રોનક વર્તાઇ રહી છે. દિવાળી આંગણે આવીને ઉભી છે ત્યારે આંગણામાં આગંતુકોને આવકારવા બનાવાતી રંગોળીના રંગોની પણ ખરીદી શરૂ થઇ ગઇ છે. ગત વર્ષની સરખામણીએ વર્ષે વેચાતા રંગોળીના રંગમાં વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દિવાળીએ રંગો તથા અવનવા સ્ટીકરોની ખરીદી અર્થે બજારમાં અત્યારથી ઘરાકી દેખાઇ રહી છે. રંગોનીની સાથે સાથે તૈયાર સ્ટીકરોની પણ સવિશેષ માંગ રહે છે. બીજી તરફ ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા, સંતરામપુર જેવા શહેર તથા તાલુકા મથકોના વિવિધ વિસ્તારમાં લારીઓમાં રંગો વેચનાર વધુ જોવા મળે છે. રંગોની ખરીદીની સાથે સાથે તૈયાર સ્ટીકરની પણ ખરીદી કરી રહી છે. તેમજ ઘરઆંગણે દિવાળીમાં શોભતી રંગોળીનું સ્થાન તૈયાર સ્ટીકર લઇ રહ્યા છે. તેમ છતા પણ રંગોની માંગ રહી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, રંગોળીના રંગ ઉપરાંત ફટાકડા, લાઇટીંગ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ બાદ તૈયાર સ્ટીકરોનું બજારોમાં વેચાણ વધી રહયુ છે. ખાસ કરીને તૈયાર આકર્ષક અને સસ્તા દિવાળીના સ્ટીકરોથી લોકો રંગોની ખરીદી ઓછી કરી રહ્યા છે. તેમ છતા પ્રકાશના પર્વ દિપાવલી પર્વ શરુ થતાની સાથે સાથે બજારમાં અવનવા કલરની રંગોળી તથા સ્ટીકરોની માંગ વધી રહી છે.

{ દિવાળીનું બજાર રંગ પકડતા હવે ખરીદારી માટે બજારોમાં રોનક

દિપાવલી પર્વ શરુ થતાની સાથે સાથે બજારમાં અવનવી રંગોળી તથા સ્ટીકરોની માંગ વધી રહી છે./હેમંત સુથાર