તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરામાં વિવિધ થીમ સાથેના શ્રીજી દર્શન માટે લોકોની ભીડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં વિવિધ થીમ સાથેના શ્રીજી દર્શન માટે લોકોની ભીડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરના વિવિધ વિસ્તારમાં આયોજકો દ્વારા વિવિધ થીમ દ્વારા ગણપતિના દર્શન કરાવવામાં આવી રહ્યા છે. આમ ભક્તો દર્શનની સાથે દેશભક્તિ, ધાર્મિકતા પીરસવામાં આવતી હોવાથી શહેરમાંથી મોટીસખ્યામાં ભકતો દર્શન કરવા ઉમટી પડે છે.

ગોધરા સહિત પંથકમાં મોઘેરા મહેમાન બનીને આવેલા શ્રીજી ભાવભેર ઉજવણી ભકિતસભર વાતાવરણમાં ગણેશ ભકતો દ્વારા કરાઇ રહી છે. જેમાં ગોધરા શહેરમાં ઠેકઠેકાણે શ્રીજીના દર્શન ભકતો દ્વારા કરાવામાં આવી રહ્યા છે. જેને લઇ દર્શનાર્થીઓ શ્રીજીના દર્શન કરી ધન્યતાને પામ્યા છે. જયારે ગોધરા શહેરના લુહાર સુથાર ફળીયામાં અનોખી રીતે શ્રીજીના દર્શન યોજાઇ રહ્યા છે. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર ડેકોરેશન ઉપરાંત થીમ કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે અમરનાથ યાત્રા ઉપર થીમ બનાવવામાં આવી છે. જેમાં યાત્રા ઉપરક જતા ભક્તો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. જેથી દેશની રક્ષા કરતા જવાનો દ્વારા આતંકવાદીઓને મુતોડ જવાબ આપી ઠાર કર્યા હતા. જેથી અમરનાથ યાત્રા પુન: શરૂ થઇ હતી. થીમને જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ઉપરાંત શ્રીમાળી શેરીમાં રાજસ્થાની સ્ટાઇલથી કથપુતળીનો શો બતાવવામાં આવ્યો છે.

જેને જોવા નાના બાળકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ઉપરાંત ગોધરાના રાયણવાડી સોસાયટી, પરમહશ સોસાયટી, માર્કેટીંગ યાર્ડ, કાછીયાવાડ, મોદીની વાડી, અંકલેશ્વર મહાદેવ રોડ, સિવિલ હોસ્પિટલ રોડ ઉપર વૈષ્ણવદેવી મંદિરની થીમ દર્શકોને બતાવવામાં આવે છે. આમ ભક્તો દર્શનની સાથે દેશભક્તિ, ધાર્મિકતા પીરસવામાં આવતી હોવાથી ગોધરા શહેરમાંથી મોટીસખ્યામાં ભકતો દર્શન કરવા ઉમટી પડે છે.

દર્શનની સાથે દેશભક્તિ, ધાર્મિકતા પીરસે છે

શ્રીજી પંડાલમાં આતંકવાદનું ડેકોરેશન

મોટીસખ્યામાં ભકતો દર્શન કરવા ઉમટે છે

ગોધરામાં લુહાર સુથાર ફળીયામાં આંતકવાદ પરની થીમ પર યુવક મંડળ દ્વારા ડેકોરેશન કરવામાં આવતાં લોકોના ટોળાં ઉમટી રહ્યાં છે. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો