તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાના ચર્ચ સર્કલના ટ્રાફિક પોઇન્ટ પર ગણેશજીની સ્થાપના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના ચર્ચ સર્કલના ટ્રાફિક પોઇન્ટ પર ગણેશજીની સ્થાપના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરના ચર્ચ સર્કલ ઉપર આવેલા ટ્રાફિક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ જવાન દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. અહી આવતા કેટલાક વાહન ચાલકો દ્વારા ગણેશજીની પ્રતિમાને દર્શન કરી રહ્યા છે. જોકે દર વર્ષની જેમ વર્ષે પણ પોલીસ જવાન દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

ગોધરા શહેરના ચર્ચ સર્કલ ઉપર દિવસ દરમિયાન અનેક વાહન ચાલકો પસાર થાય છે. દરમિયાન કેટલીક વખત નાના મોટા અકસ્માત પણ થાય છે. બીજી તરફ વિસ્તારમાં વાહન ચાલકોને કોઇ તકલીફ ના પડે તેમજ અકસ્માત સર્જાય તેવા શુભ આશયથી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની મધ્યમાં આવેલા ચર્ચ સર્કલ ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગોધરા શહેરના ચર્ચ સર્કલ ઉપર આવેલા પોલીસ જવાન તથા ટ્રાફિક પોલીસ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવતા આવતા જતા વાહન ચાલકો પણ નમન કરતા જાય છે. આમ દર વર્ષની જેમ વર્ષે પણ ગણેશજીની મુર્તિ લાવ્યા હતા અને આસ્થા સાથે સ્થાપના કરવામાં આવી હતી. તદ ઉપરાંત આરતી પણ કરવામાં આવી છે. તેમજ વિસર્જનના દિવસે મુર્તિનું પણ શ્રદ્વા પુર્વક વિદાય આપવામાં આવશે.

ગોધરામાં ચર્ચ સર્કલ પર ટ્રાફીક પોલીસ દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તસવીરહેમંત સુથાર

કેટલાક વાહન ચાલકો ગણેશજીની પ્રતિમાને દર્શન

દર વર્ષની જેમ પોલીસ જવાન દ્વારા મુર્તિ લવાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો